દાહોદના જાલત ગામે પત્ની સાથે આડાસંબંધના વ્હેમમાં 9 ઈસમો દ્વારા ત્રાસ આપતા કંટાળાયેલ વ્યકિતએ ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ, દાહોદ તાલુકાના જાલત ગામે 09 જેટલા ઈસમોએ એક વ્યક્તિ ઉપર પત્નિ સાથેના આડા સંબંધનો ખોટો શક વહેમ રાખી વ્યક્તિના ઘરે આવી તોડફોડ કરી તેમજ આ બાબતે શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં ત્રાસથી કંટાળેલ વ્યક્તિ દ્વારા ગામની નદીની ધેડ ખાતે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

દાહોદના જાલત ગામે માવી ફળિયામાં રહેતાં રત્નાભાઈ હરસિંગભાઈ માવીનો છોકરો હસુભાઈ રત્નાભાઈ માવી ઉપર પોતાના ગામમાં રહેતાં સુભાનભાઈ ભાવસિંગભાઈ માવી, દિલીપભાઈ સુભાનભાઈ માવી, બચુભાઈ થાવરીયાભાઈ માવી, ધર્મેશભાઈ રમેશભાઈ માવી, કમલેશભાઈ કેશવાભાઈ માવી, રમેશભાઈ થાવરીયાભાઈ માવી, ગુલચંદભાઈ સિકલભાઈ સંગાડીયા, સંજયભાઈ રમેશભાઈ માવી તથા દિવાનભાઈ બચુભાઈ માવીનાઓએ પોતાના પરિવારની એક મહિલા સાથે હસુભાઈ સાથે સંબંધ હોવાનો ખોટો શક વહેમ રાખી રત્નાભાઈના ઘરે આવી ઉપરોક્ત ઈસમોએ હસુભાઈને મારી નાંખવાની ધમકીઓ આપી તેમજ ઘરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે અવાર નવાર હસુભાઈને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ હસુભાઈને મનમાં લાગી આવતાં ગત તા.16મી એપ્રિલના રોજ હસુભાઈએ જાલત ગામે માવી ફળિયામાં આવેલ નદીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

આ સંબંધે રત્નાભાઈ હરસિંગભાઈ માવીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.