દાહોદના ઈન્દોર હાઈવે અજાણ્યા વાહનની અડફેટમાં વૃધ્ધાનું મોત

દાહોદ,

દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર હાઈવે રોડ પર એક અજાણ્યા વાહનના ચાલકે એક રાહદારી વૃધ્ધાને અડફેટમાં લેતાં વૃધ્ધાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.21મી નવેમ્બરના રોજ દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં મંદિરવાળી ગલીમાં રહેતાં મંગળીબેન પાંગળાભાઈ મિનામા દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર રોડ પરથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતા. તે સમયે એક અજાણ્યા વાહનના ચાલકે મંગળીબેનને અડફેટમાં લેતાં મંગળીબેનને હાથે, પગે, શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં મંગળીબેનનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે મૃતક મંગળીબેોનના પૌત્ર હિતેશભાઈ સુકલાભાઈ મિનામાએ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.