દાહોદ,દાહોદ શહેરમાંથી પસાર થતાં ઈન્દૌર-અમદાવાદ નેશનલ હાઈવે પર મુવાલીયા ક્રોસિંગ પાસે એક ગેસ ભરેલ ટેન્કર અકસ્માતે પલ્ટી ખાઈ જતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. સદ્નસીબેન આ ઘટનામાં કોઈ જાનહાની ન થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
દાહોદ તાલુકાના મુવાલીયા ક્રોસિંગ ખાતે અમદાવાદ-ઈન્દૌર નેશનલ હાઈવેલ પર ગતરોજ એક ગેસ ભરેલ ટેન્કર પલ્ટી ખાઈ ગયું હતું. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર દહેજથી ઈન્દૌર ગેલ લઈને ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે ડમ્ફરને બચાવવા જતાં ટેન્કરના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં આ માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટેન્કર રોડની સાઈડમાં પલ્ટી ખાઈ ગયું હતું. ઘટનાની જાણ સ્થાનીક પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો ત્યારે રોડ વિભાગના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. સદ્નસીબે આ માર્ગ અકસ્માતમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ત્યારે સમગ્ર મામલે પોલીસે કાયજેસરની કાર્યવાહી હાથ ધરી છે.