દાહોદના ગોદી રોડ વિસ્તારમાં મહિનાઓથી પાણીનો પુરવઠો નહિ મળતાં રહિશોમાં ભારે રોષ

દાહોદ,દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે કેટલાય મહિનાઓથી પાણી પુરવઠો ન મળતા સ્થાનિકોમાં ભારે રોશની લાગણી ફેલાવવા પામી છે. સ્થાનિકો દ્વારા આજરોજ અહીંના સ્થાનિક કાઉન્સિલર ની મુલાકાત કરી હતી અને પાણીની સમસ્યાને લઈને રજૂઆત કરી હતી. ત્યારે સ્થાનિક કાઉન્સિલર દ્વારા જલ્દીથી જલ્દી પાણીની સમસ્યાને દૂર કરવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી હતી. ત્યારે ગોદી રોડના રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની તંગીથી હેરાન પરેશાન બન્યા છે. ત્યારે આગામી દિવસોમાં જો સમયસર પાણી નહીં મળે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામાં આવી હોવાનું જાણવા મળે છે.

હાલ ભર ઉનાળે દાહોદ જીલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણીનો કપડાટ જોવા મળી રહ્યો છે. દાહોદ જીલ્લામાં મોટાભાગે નળશે જળ યોજનાનો ફિયાસ્કો પણ થવા પામ્યો છે. દાહોદ જીલ્લાના કેટલા ગ્રામીણ વિસ્તારો સહિત કેટલાક શહેરી વિસ્તારોમાં તો નડશે જળ યોજના માત્ર કાગળ પર હોવાનું જ જોવાઈ રહ્યું છે. ત્યારે બીજી તરફ દાહોદ શહેરની વાત કરીએ તો દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે સ્થાનિકોને હોળી બાદ તો સમયસર પાણી અપાતો ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આજરોજ ગોદી રોડના સ્થાનિક રહીશો દ્વારા અહીંના સ્થાનિક નગરપાલિકા કાઉન્સિલર લખન રાજગોરની મુલાકાત કરી હતી અને પાણીની સમસ્યાને લઈ રજૂઆત કરી હતી. ત્યારે કાઉન્સિલર લખન રાજગોર દ્વારા જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ઉદ્દભવી રહેલ પાણીની સમસ્યાને લઈ દાહોદ નગરપાલિકાના સત્તાધીશો, પાણી પુરવઠાના અધિકારીઓ, સાંસદ, મંત્રી થી લઈ ઉચ્ચકક્ષાએ અનેક વાર રજૂઆતો કરવામાં આવી છે. પાણી પુરવઠાના અધિકારીઓને આ મામલે અનેકવાર રજૂઆતો કરવા છતાંય તેમના પેટનું પાણી હાલતું ન હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. જણાવ્યા અનુસાર તેઓ પોતાના વિસ્તારમાં પોતાના સ્વખર્ચે પાણીના ટેન્કરો પણ મંગાવે છે અને જે વિસ્તારમાં પાણીની સમસ્યાઓ ઉદ્દભવી રહી છે તે વિસ્તારમાં પાણીના ટેન્કરો મારફતે પાણી પહોંચાડવાનું કામ પણ કરી રહ્યા છે, પરંતુ 25000 જેટલી વસ્તી ધરાવતા આ વિસ્તારમાં ક્યાં ક્યાં પાણીના ટેન્કરો અને કઈ રીતે ફાળવી શકાય તે સમસ્યા પણ ઉદ્દભવી રહી છે, પોતાની રીતે જેટલી યથાશક્તિ છે. તે પ્રમાણે સ્થાનિકોની મદદ કરી રહ્યા છે,પરંતુ આ મામલે દાહોદ નગરપાલિકા પાણી પુરવઠાથી લઈ પાણી પુરવઠા ની એજન્સીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં એ તેઓ આ મામલે કોઈ ધ્યાન આપતા નથી. તેવા આક્ષેપો પણ કર્યા હતા.

ગોદી રોડ વિસ્તારના લોકોને ભરઉનાળે પાણીની સમસ્યા સર્જાતા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવા છતાંય કોઈ નિકાલ ન આવતા ગોદી રોડ વિસ્તારના સુધરાઈ સભ્યો હડતાલ પર ઉતરવાની તૈયારીમાં હોવાનું જણાઈ રહ્યું છે.

દાહોદના ગોદી રોડ વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી પાણીની સમશ્યા સર્જાય રહેજે છે, પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણી આપવામાં આવતૂ નથી. સંપૂર્ણ ગોદીરોડ વિસ્તાર કડાણાના પાણી પર નિર્ભર છે, ગોદીરોડ વિસ્તારના લોકોને પાણી ન મળતા જે સમસ્યા ગોદીરોડ વિસ્તારના સુધરાઈ સભ્યો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા છતાંય ઉચ્ચકક્ષાએ બેઠેલા સત્તાધીસો દ્વારા આખં આડા કાન કરવામાં આવી રહ્યા છે. જેના કારણે લોકોની સમસ્યા યથવત છે. જેના કારણે લોકો પાણીની સમસ્યાને લઈ ભરઉનાળે લોકો હેરાન પરેશાન થવા મજબુર બન્યા છે. સુધરાઈ સભ્યો દ્વારા પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓને લોકોને પાણી ન મળવાના કારણે થતી તકલીફોની અનેકોવાર વારંવાર રજૂઆત કર્યા પછી પાણી પૂરવઠાના અધિકારીઓ દ્વારા કઈ ધ્યાન ન આપવામાં આવતું નથી. જેને લઈ ગોદીરોડના સુધરાઈ સભ્યોએ સ્થાનીકો જોડે મળી ગોદીરોડના સુધરાઈ સભ્યો હડતાલ પર ઉતરવાનું હોવાનું જાણવા મળેલ છે.