દાહોદના ગોધરા રોડ ઉપર વરલી મટકાનો જુગાર રમતા એક ઈસમને ઝડપ્યો

દાહોદ,

દાહોદ શહેરના ગોધરા રોડ ખાતે આંક ફરકનો જુગાર રમતા અને જુગાર રમાડતા એક ઈસમને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂપીયા 10,610 સાથે ઝડપી પાડ્યાંનું જાણવા મળે છે.

ગતરોજ દાહોદ એ. ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરના ગોધરા રોડ જકાતનાકા પાસે આંક ફરકનો જુગાર રમતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ઉપરોક્ત સ્થળ પર ઓચિંતો છાપો મારતાં પોલીસે સ્થળ પરથી ગોલ્ડી ઉર્ફે ગોલુ કિશોરભાઈ સાંસી (રહે. નાની રાબડાળ, મુવાલીયા ક્રોસિંગ, તા.જિ.દાહોદ) ને ઝડપી પાડી તેની અંગઝડતીમાંથી પોલીસે રૂા. 10,610ની રોકડ રકમ સાથે ઝડપી પાડી દાહોદ એ. ડિવીઝન પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.