દાહોદ, દાહોદ શહેરમાં આવેલ ગરબાડા રોડ ઉપર એક મોટરસાઈકલના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક આધેડને જોશભેર ટક્કર મારતાં આધેડને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે.
ગત તા.22મી માર્ચના રોજ દાહોદ શહેરના ગરબાડા રોડ ઉપર એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી ચાલતાં પસાર થઈ રહેલા 52 વર્ષિય બદાભાઈ વસ્તાભાઈ વણજારા (રહે. અરવલ્લી) ને જોશભેર ટક્કર મારતાં બદાભાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.
આ સંબંધે લલીતભાઈ બાબુભાઈ વણજારાએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.