દાહોદના ગરબાડા પીએચસી ગાંગરડી ખાતે ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનું વિતરણ

દાહોદ,

દાહોદનાં ગરબાડા પીએચસી ગાંગરડી ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત 2025 અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને પોષણ સહાય કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પીએચસીના મેડિકલ ઓફિસર Dr.દીપ્તિ રાઠોર, Dr.હરેશ પરમાર, Dr. દિશા પસાયા, પીએસસી સુપરવાઇઝર રાકેશ રાઠોડ, એમપીએચડબલ્યુ, એફ એચ ડબલ્યુ, સ્ટાફ નર્સ, ફાર્માસિસ્ટ, એલટી, નલવાઈ, ટૂંકી વજુ, ગાંગરડી, ભરસડા ગામના સરપંચ ઉપસ્થિત રહીને પીએચસી વિસ્તારના 11 દર્દીને પોષણ સહાય કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો.આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન સફળ બનાવવા માટે દરેક વ્યક્તિ જોડાય તેવુ આહવાન કરવામાં આવ્યું હતું.