દાહોદના ગરબાડા ગામે રક્ષાબંધનને લઈ મીઠાઈની દુકાનમાં ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યુ

આગામી રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં મીઠાઈની દુકાનો પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરતાં ભેળસેળીયા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા માવા તેમજ તેલના સેમ્પલો ચેક કરવામાં આવ્યાં હતાં.

ગરબાડા નગરમાં ગત તા.18મી ઓગષ્ટના રોજ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગામી આવનાર રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ફરસાણની દુકાનો પર માવાની મીઠાઈ અને તેલની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી.રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈઓનું ધુમ વેચાણ થતું હોય ત્યારે વેપારીઓ વધુ નફો રળી લેવાની લાલચમાં ભેળસેળ યુક્ત ખાદ વસ્તુઓનું વેચાણ કરતા હોય છે તેને ધ્યાનમાં લઇ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગરબાડામાં જુદી જુદી 8 જેટલી ફરસાણની દુકાનો પર તેલ અને માવાની મીઠાઇના સેમ્પલો ચેક કર્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઓચિંતો ગરબાડામાં ચેકિંગ હાથ ધરાતા. ભેળસેળ યુક્ત કરતા દુકાનદારોમાં ભાઈ સાથે ફફડાટ જોવા મળ્યો હતો.