દાહોદના ગલાલીયાવાડ ગામે જુગાર રમતા 8 જુગારીયા ઝડપ્યા

દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામે જાહેરમાં પાના પત્તા વડે જુગાર રમતા 10 જુગારીઓ પૈકી પોલીસે 08 જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 11,470ની રોકડ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.30મી જુલાઈના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદના ગલાલીયાવાડ ગામે ભુરીયા ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો પોલીસે છાપો મારી જુગાર રમી રહેલા રાજુભાઈ કેશરીયાભાઈ ભાભોર, સમુભાઈ ધનજીભાઈ કટારા, સંજયભાઈ વલ્લભભાઈ નિનામા, બાબુભાઈ માધુભાઈ નિનામા, મેવાભાઈ ભાવલાભાઈ વહોનિયા, મંગળાભાઈ મલાબાઈ સંગાડા, સુરેશભાઈ છગનભાઈ સંગાડીયા અને દિલીપભાઈ નરેન્દ્રભાઈ યાદવને ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી કુલ રોકડા રૂપીયા 11,470ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતા. જ્યારે રાહુલભાઈ વજુભાઈ ભુરીયા અને પરેશભાઈ નવસિંગભાઈ સંગાડા પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાં હતાં.

આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.