દાહોદ,
દાહોદ ટાઉન બી. ડીવીઝન પોલીસે ગલાલીયાવાડ, દ્રષ્ટિનેત્રાલય પાસેથી ટીવીએસ કંપનીની સફેદ કલરની અપાચી મોટર સાયકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા ખેપીયાને રૂપિયા 27 હજાર ઉપરાંતની કિંમતના ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડી રૂપિયા 15 હજારની કિંમતની મોટર સાયકલ મળી કુલ રૂપિયા 42,300નો મુદ્દમાાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
દાહોદ ગલાલીયાવાડ, દ્રષ્ટિનેત્રાલય પાસે રહેતો 22 વર્ષીય કિશનભાઈ અશોકભાઈ ઉર્ફે ટારઝનભાઈ સાંસી પોતાની મોટર સાયકલ જીજે-01 એનબી-5411 નંબરની સફેદ કલરની ટીવીએસ મોટર સાયકલ ઉપર પ્લાસ્ટીકના મીણીયા થેલામાં વિદેશી દારૂની બોટલ ભરીને લાવતો હોવાની દાહોદ બી ડીવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે ગલાલીયાવાડ, દ્રષ્ટિનેત્રાલય પાસે વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાનભાઈ અશોકભાઈ ઉર્ફે ટારઝનભાઈ સાંસી પોતાની સફેદ કલરની અપાચી મોટર સાયકલ લઈને આવતાં જ વોચમા ઉભેલ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો અને મોટર સાયકલ પર મૂકેલ પ્લાસ્ટીકના મીણીયા થેલામાંથી પોલીસે રૂા. 27,300ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ-156 પકડી પાડી કબજે લઈ સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવામાં આવેલ રૂા. 15000ની કિંમતની મોટર સાયકલલ મળી રૂા. 42,300નો મુદ્દામાલ કબજે લઈ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.