દાહોદના એકતા ગ્રાઉન્ડ પર ભીલવાડા સાંસી સમાજ દ્વારા વિકેશ કપ લીગ ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આયોજન કરવામાં આવ્યું

દાહોદ, દાહોદના ભીલવાડા સાંસી સમાજ દ્વારા દાહોદ શહેરના એકતા ગ્રાઉન્ડ ખાતે તા.25.12.2023 નારોજ વિકેશ કપ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં સાંસી સમાજની વિવિધ 8 ટીમોએ ભાગં લીધો હતો. જેમાં ગોધરા રોડ ઇલેવન અને છછઈ કલબ રળીયાતી ગામની એમ બન્ને ટીમોએ સારો પ્રદર્શન કરી ફાયનલ સુઘી પહોચી હતી અને આજરોજ તા 28.12.2023 ગુરૂવારના રોજ RRC કલબ રળીયાતી અને ગોધરા રોડ ઇલેવન ફાઇનલ મેચ રમાઈ જેમાં ખિલાડીઓને મેચ રમતા પહેલા રાષ્ટ્રગાન ગાઈને મેચની શરૂઆત કરી હતી. જેમાં સાંસી સમાજના અગ્રણીઓ યુવાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં આજરોજ યોજાયેલ ગોધરા રોડ અને વિકેશ કપ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઇનલ છછઈ કલબ રળીયાતી વિજેતા થઇ થયા હતા અને વિજય થયેલા વિજેતા ટીમને 6 ફિટ ઉંચી ટ્રોફી સાંસી સમાજના અગ્રણીઓના હસ્તે આપવામાં આવતા લોકોમાં ઉત્સાહ જોવાં મળ્યો હતો.