દાહોદના દૂધેશ્ર્વર મહાદેવ મંદિરે ભૂદેવોએ શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર યજ્ઞોપવિત ધારણ કર્યું

દાહોદ, શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવતા ભાઈ બહેનના પવિત્ર બંધનને અકબંધ રાખતા રક્ષાબંધનનો તહેવાર આદિકાળથી હિન્દુ સંસ્કૃતિ મુજબ સમગ્ર દેશભરમાં ઉજવાય છે. ત્યારે રક્ષાબંધનના આ પવિત્ર તહેવારને નાળિયેરી પૂનમ તરીકે પણ ઓળખાય છે. આ પવિત્ર દિવસે સમસ્ત ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરવાનું પ્રથા વર્ષોથી ચાલતી આવી છે. જે આજે પણ યથાવત રહેવા પામી છે. જેમાં દાહોદના હિન્દુ સ્મશાન ખાતે આવેલા દૂધેશ્ર્વર મહાદેવ મંદિરે ખાતે સમસ્ત બ્રહ્મ સમાજના ભૂદેવો દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાન અનુસાર યજ્ઞોપવિત ધારણ કર્યા હતા. આમ તો રક્ષાબંધનના દિવસે યજ્ઞોપવિત બદલવા માટેનું બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ મહાઉત્સવ ગણાય છે. આજના દિવસે પ્રારંભમાં બ્રાહ્મણો હેમાદ્ર પ્રયોગ કરે છે જેથી વર્ષ દરમિયાન કરેલા સર્વ પાપો બળીને ભસ્મ થાય છે.ત્યાર પછી યજ્ઞો પવિત ધારણ કરતા પહેલા વિષ્ણુ પૂજન,ગણપતી પૂજન, ઋષિ પૂજન એ બહુ અગત્યનું હોય છે. જે સંપૂર્ણ શાસ્ત્રોકત અને વેદિક મંત્રોચાર સાથે પૂર્ણ કરવામાં આવે છે.સાથે સાથે સપ્ત ઋષિઓનું પૂજન કરી અને તે પછી આ યજ્ઞો પવિત ધારણ કરવામાં આવે છે. જેથી આ યજ્ઞોપવિત પવિત્રમાં પવિત્ર ગણાય છે. અને બ્રાહ્મણોના સર્વ જ્ઞાતિજનોના ઉત્કર્ષ માટે કરવામાં આવે છે. આ પ્રસંગે હિન્દૂ સ્મશાન ખાતે આવેલા દુધેશ્ર્વર મહાદેવ મંદિર જેવા પવિત્ર સ્થાનમાં વર્ષો ચાલી આવતી પ્રથા પ્રમાણે આજે યજ્ઞોપવિત બદલવાની પ્રથા જાળવી રાખી હતી.