દાહોદના ધારાસભ્ય એ ટીબીના કુલ 33 દર્દીને દત્તક લઈ ન્યુટ્રીશન કીટનું વિતરણ કર્યું હતું

દાહોદ,

પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે.

યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દત્તક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રેટિયા ખાતે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્રારા કુલ 33 ટીબીના દર્દીઓને ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી અને તેમણે દર્દીઓને દત્તક લીધા હતા.

આ કાર્યક્રમમાં રેટીયા ગ્રામ પંચાયતના સરપંચ અનિલભાઈ માવી, જીલ્લા ક્ષય અઘિકારી ડો. આર. ડી. પહાડીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડો ભગીરથ બામણિયા, મેડીકલ ઓફીસર ડો કિંજલ નાયક , આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.