
દાહોદ,તા.3.11.23ના રોજ દેવધા ગામે અનિકેતભાઈના ખેતરમાં અજગર દેખાતા તેઓએ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો અંકિત કટારા અને કલ્પેશ કતીજાને જાણ કરી હતી. ત્યારબાદ દાહોદ વનવિભાગ તેમજ પ્રકૃતિ મિત્ર મંડળની ટીમ દ્વારા મહાકાય અજગરનું રેસ્ક્યુ કરવામાં આવતા ગામવાળાઓએ નિરાંતનો શ્ર્વાસ લીધો હતો. ત્યારબાદ 11 ફૂટ લંબાઈ અને 22 કિલો વજન ધરાવતા આ અજગરને વનવિભાગની મદદથી સહી સલામત રાહે જંગલમાં તેને છોડી દેવામાં આવ્યો હતો.