દાહોદ, દાહોદ શહેરમાં સ્માર્ટ સિટીની કાર્યવાહી અંતર્ગત જીલ્લા કેટલાક દિવસથી ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે.ત્યારે તે અંતર્ગત તા. 20 મે, શનિવારે શહેરના ગોધરારોડ સ્થિત નીલકંઠેશ્ર્વર મહાદેવની સામે છાબ તળાવના કિનારે બનેલ બે હિંદુ અને દે મુસ્લિમ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર હોવાનું ધ્યાને આવતા તંત્ર દ્વારા પાડવામાં આવ્યા હતા. તે પૈકી નર્મદેશ્ર્વર મહાદેવનું મંદિર તોડવાનું શરૂ કરાય તે સમયે આવી પહોંચેલા દાહોદના ઇતિહાસની વિશદ્દ જાણકારી ધરાવતા સચિન દેસાઈએ એસ.ડી.એમ. એન.બી. રાજપુત મેડમને દોઢ-બે દાયકા પૂર્વે નિર્માણ પામેલ આ મંદિરમાં સ્થાપિત એક પૌરાણિક પ્રતિમા સાચવી લેવા વિનંતી કરતાં જણાવ્યું હતું. અને એસ.ડી.એમ.એ સકારાત્મક પ્રતિસાદ આપતાં આશરે 874 વર્ષ અગાઉ ઈ.સ.1149 (સંવત:1093)માં યશસ્વી શાસક સિધ્ધરાજ જયસિંહ દાહોદ ખાતે છાબ તળાવ બનાવ્યું તે સમયે સ્થાપિત કરેલી હનુમાનજીની પૌરાણિક પ્રતિમા સચવાઈ જવા પામી હતી. આ મંદિરના સ્થાપકે, સચિન દેસાઈને આજથી દોઢેક દાયકા અગાઉ છાબ તળાવનો ઓવારો તૂટી ગયો ત્યારે તેમાંથી નીકળેલી એક ઐતિહાસિક પ્રતિમા લાવીને આ મંદિરમાં સ્થાપિત કરી હોવાનું જણાવ્યું હતું. જે બાબતનું આ મંદિર તોડતા પૂર્વે ધ્યાન આવતા આ મૂર્તિ સચવાઈ જવા પામી હતી જેને કિંચિત દેસાઈ તથા તેમની ટીમે વિધિવિધાન પૂર્વક હાલ પૂરતી અન્યત્ર ખસેડી લીધી છે.
તો સાથે આ સમયે આ મંદિરમાંથી જ સ્થાપિત કરેલ અન્ય દેવી-દેવતાઓની પ્રતિમાઓ પણ નીકળી હતી, જે વજનદાર હોઈ જે.સી.બી. ની મદદથી સામે નીલકંઠેશ્ર્વર મંદિરના પ્રાંગણમાં હાલ પુરતી ખસેડી લેવામાં આવી છે