દાહોદના ચોસાલાના યુવક સાથે લોન મંજુર થયાનુ જણાવી 1.10 લાખની છેતરપિંડી કરાઈ

દાહોદ, દાહોદના ચોસાલા ગામના એક યુવકને ધની ફાયનાન્સની લોન પાસ થઈ ગઈ છે. તેમ જણાવી ત્રણ અજાણ્યા ઈસમોએ અલગ અલગ પ્રોસેસના નામે ગુગલ-પે અને ફોન-પે મારફતે રૂ.1.10 લાખ ઓનલાઈન મંગાવી વિશ્ર્વાસધાત કર્યાનુ જાણવા મળ્યુ છે.

ચોસાલા ગામના ડુંગરી ફળિયામાં રહેતા 31 વર્ષિય રાકેશભાઈ બચુભાઈ ડામોર ફેસબુકમાં આવેલ લીંકમાં ધની ફાયનાન્સમાંથી રૂ.8 લાખની લોન મેળવવા રજીસ્ટ્રેશન કરાવતા તમારી લોન પાસ થઈ ગઈ છે. તેમ જણાવી તા.17/07/2023થી 24/07/2023 સુધીમાં અલગ અલગ પ્રોસેસના નામે રાકેશભાઈ બચુભાઈ ડામોરને આનંદકુમાર યાદવ, તઈફ કમરૂદ્દીન શેખ, અને આદિત્ય રાજના અલગ અલગ ખોટા નામે ફોન કરીને રાકેશભાઈ ડામોરના આધારકાર્ડ, પાનકાર્ડ, બેંકની પાસબુકના ફોટાઓ વોટ્સએપ મારફતે મંગાવી જેના દ્વારા અલગ અલગ ચાર્જ જેમાં ફાઈલ ચાર્જના રૂ.2,150/- પરચુરણ ચાર્જના રૂ.5,000/-,સી.એમ.ટી.ચાર્જના રૂ.8,001/-, લોનના ટેક્ષ રૂ.14,595/-, નોમીની ચાર્જ રૂ.26,595/-, આર.બી.આઈ.ઓફિસર ચાર્જ રૂ.10,000/-, યોનો એસ.બી.આઈ.લોન ટ્રાન્સ્ફર ચાર્જ રૂ.25,000/-, અન્ય ચાર્જ રૂ.8,656/-તથા ધની ફાયનાન્સના મેનેજરને આપવાના રૂ.10,000/- મળી કુલ રૂ.1,10,000/-ગુગલ-પે અને ફોન-પે મારફતે ઓનલાઈન મંગાવ્યા હતા. ત્યારબાદ લોનના પૈસા ન મળતા ચાર જેટલા ઉપરોકત મોબાઈલ ફોન બંધ આવત પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતાં છેતરપિંડી અને વિશ્ર્વાસધાતનો ભોગ બનેલ ચોસાલા ગામના 31 વર્ષિય રાકેશભાઈ બચુભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ઈપીકો કલમ 406, 419, 420 તથા આઈ.ટી.એકટ 66(સી)મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.