દાહોદ, દાહોદ તાલુકાના ચંદવાણા ગામની સગીરાને આજથી તેર વર્ષ પહેલા દાહોદ, ઉકરડી રોડ, સુદામા નગર ખાતે રહેતા યુવાને લગ્ન કરવાની લાલચ આપી પોતાના મકાનમાં તેમજ ભાડાનું મકાન રાખી તથા જુદી જુદી જગ્યાએ હોટેલોમાં રૂમ રાખી તેણીની મરજી વિરૂધ્ધ સતત તેર વર્ષ સુધી અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભરતી બનાવી દીધા બાદ તે યુવાને લગ્ન કરવા માટે નન્નો ભણી દઈ ઠગાઈ કર્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ તાલુકાના મુળ અનાસ ગામના વતની અને હાલ દાહોદના ઉકરડી રોડ, સુદામા નગર ખાતે રહેતા પ્રહલાદસિંહ ઉર્ફે રાહુલ દોલતભાઈ દાતલાએ દાહોદ તાલુકાના ચંદવાણા ગામે હનુમાન ફળિયામાં રહેતી અને બ્યુટી પાર્લરનો ધંધો કરતી 25 વર્ષીય યુવતી તા. 8-7-2010ના રોજ આસરે 12 વર્ષની ઉંમરનવી હતી ત્યારે તેની સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્નની લાલચ આપી સગીરા પુખ્ત વયની થઈ ગઈ ત્યા સુધી એટલે કે તા.15-4-2023 સુધી એટલે કે તેર વર્ષ સુધી તેણીને પ્રહલાદસિંહ ઉર્ફે રાહુલ દાતલાએ ઉકરડી રોડ સુદામાં નગર ખાતેના પોતાના મકાનમાં તથા ભાડે મકાન રાખી ભાડાના તે મકાનમાં તેમજ જુદી જુદી જગ્યાએ હોટલોમાં રૂમ રાખી તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હતી પ્રહલાદ સિંહ ઉર્ફે રાહુલ દાલતાને તે યુવતી ગર્ભવતી બની હોવાનું જાણ થતાં તેને તે ગર્ભવતી યુવતી સાથે લગ્ન કરવાની સાફ ના પાડી દજેતા પોતાની સાથે દગો કરવામાં આવ્યો હોવાનું જણાઈ આવતા પીડીતાએ આ સંબંધે નોંધાવેલ ફરિયાદને આધારે દાહોદ બી ડીવીઝન પોલીસે અનાસ ગામના મુળ વતની અને હાલ દાહોદના ઉકરડી રોડ સુદામાં નગર ખાતે રહેતા પ્રહલાદસિંહ ઉર્ફે રાહુલ દોલતભાઈ દાતલા વિરૂધ્ધ ઈપિકો કલમ 376(3), 417 તથા પોક્સો એક્ટ કલમ 4,6 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.