દાહોદ, ચાકલીયા ગામમાં ભાડે મકાન રાખી મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ક્લિનીક ખોલી લોકોની સારવાર કરતો પરપ્રાંતિય ઝોલાછાપ ડોકટરને એસ.ઓ.જી.એ ઝડપી પાડયો હતો. 1,76,931/-રૂપિયાના મેડિકલને લગતી સાધન સામગ્રી તથા દવાઓનો જથ્થો જપ્ત કર્યો હતો.
દાહોદ એસ.ઓ.જી.પી.આઈ.એસ.એમ.ગામેતીની સુચનામાં એસ.ઓ.જી.ની ટીમ દાહોદ જિલ્લામાં કાર્યરત હતી તે દરમિયાન અ.પો.કો.જીતેન્દ્રભાઈ સુબાભાઈને અંગત બાતમીદારથી બાતમી મળેલ કે, ચાકલીયા ગામના તળાવા ફળિયામાં રહેતા રમસુભાઈ યુનીયાભાઈ ડામોરના મકાનમાં એક બોગસ તબીબ મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્ર વગર ક્લિનીક ખોલી લોકોની સારવાર કરે છે જેના આધારે એસ.ઓ.જી.ની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ક્લિનીક ચલાવતા મુળ કલકત્તાના હાબડા તાલુકાના કુંણાકાશીપુર ગામનો અનુપભાઈ અશોકભાઈ બક્ષી હાજર મળી આવતા તેની પાસેથી મેડિકલ ડિગ્રી કે પ્રમાણપત્રની માંગણી કરતા તે રજુ નહિ કર શકતા જેથી ક્લિનીકમાંથથી 1,76,931/-રૂપિયાના મેડિકલને લગતી સાધન સામગ્રી તથા દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.