દાહોદ તાલુકાના બોરવાણી ગામે જમીનમાં ખેડાણ કરવા મામલે થયેલ ઝઘડા તકરારમાં ચાર જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાની સાથે તલવાર, લોખંડના સળીયા વિગેરે જેવા મારક હથિયારો લઈ ઘરી આવી પાંચ વ્યક્તિઓને તલવાર, લોખંડના સળીયા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.
ગત તા.3મી જુલાઈના રોજ દાહોદના બોરવાણી ગામે સંગાડા ફળિયામાં રહેતાં લાલુભાઈ ઉર્ફે લાલસીંગભાઈ મલાભાઈ સંગાડા તથા તેમના પરિવારજનો તેમમી જમીનમાં ખેતરમાં ગામમાં રહેતાં કમલેશભાઈ ધીરજીભાઈ પલાસ, રવિભાઈ કમલેશભાઈ પલાસ, હુમલાભાઈ ધીરજીભાઈ પલાસ, દિલીપભાઈ ધીરજીભાઈ પલાસનાઓ ખેડાણ કરી નાખેલ હોઈ જે બાબતે પુછવા જતાં આ ચારેય ઈસમોએ ગેરકાયદેસર મંડળી બનાવી પોતાના હાથમાં તલવાર, લોખંડની પાઈપ વિગેરે જેવા મારક હથિયારો સાથે ઘસી આવી લાલુભાઈ ઉર્ફે લાલસીંગભાઈ, હસુભાઈ, નરેશભાઈ, વરસીંગભાઈ તથા મુકેશભાઈને તલવાર વડે તેમજ લોખંડની પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી નાસી જતાં આ સંબંધે ઈજાગ્રસ્ત લાલુભાઈ ઉર્ફે લાલસીંગભાઈ મલાભાઈ સંગાડાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.