દાહોદ,દાહોદ તાલુકાના બોરવાણી ગામે એક યુવકે એક 16 વર્ષિય સગીરાને પત્નિ તરીકે રાખવા સારૂ તેણીને પટાવી ફોસલાવી તેણીની સાથે અવાર નવાર દુષ્કર્મ આચરતાં સગીરાને ગર્ભ રહી જતાં અને ત્યારબાદ ડીલીવરી દરમ્યાન સગીરાએ બાળકને જન્મ આપતાં આ સંબંધે દુષ્કર્મ આચરનાર યુવક વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંઈ હોવાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના બોરવાણી ગામે વચલું ફળિયામાં રહેતો રવિનભાઈ શૈલેષભાઈ સોલંકીએ દોઢ વર્ષ પહેલા દાહોદ તાલુકામાં રહેતી એક 16 વર્ષિય સગીરાને લગ્નની લાલચ આપી, પટાવી ફોસલાવી દોઢ વર્ષના સમયગાળા દરમ્યાન સગીરા સાથે અવાર નવાર તેણીની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું ત્યારે આ સમયગાળા દરમ્યાન સગીરાને ગર્ભ રહી ગયો હતો. ત્યારે જેતે સમયે પરિવારજનોને આ અંગેની જાણ થતાં પંચ રાહે તેમજ સમાજ રાહે આ મામલાનો નિકાલ કરવાનો પ્રયત્ન ચાલતો હતો, પરંતુ નિકાલ ન થતાં અને સગીરાને ગર્ભાવસ્થા દરમ્યાન ગત તા.27મી માર્ચના રોજ ડીલીવરી થતાં સગીરાએ એક બાળકને જન્મ આપ્યો હતો. ત્યારે આ સંબંધે ન્યાયની માંગણી સાથે સગીરાના પિતાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.