દાહોદ,દાહોદ તાલુકાના બોરડી ઈનામી ખેડા ગામે એક ઢાબા હોટલમાંથી રૂા.25,630ના એકને ઝડપી પાડી જ્યારે એક પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યાંનું જાણવા મળે છે.
ગત તા.12મી ઓગષ્ટના રોજ કતવારા પોલીસને મળેલ બાતમીના આધારે બોરડી ઈનામી ખેડા ગામે નરેશભાઈ દલસીંગભાઈ ચૌહાણના ઢાબા હોટલમાં ઓચિંતો છાપો મારી નરેશભાઈની અટકાયત કરી હતી જ્યારે તેની સાથેનો કૈલાશભાઈ બાપુભાઈ ગુંડીયા (રહે. હીમાલા, તા.જિ.દાહોદ)નો પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે ઢાબા હોટલની અંદર તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. 197 જેની કુલ કિંમત રૂા.25,630નો પ્રોહી જથ્થો કબજે કરી કતવારા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.