દાહોદના બોડી ગામે 150થી વધુ મકાન માલિકોને 7 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ

દાહોદ, દાહોદ શહેર સહિત તાલુકાના વિસ્તારોમાં પણ ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. શહેરમાં સ્માર્ટસિટીની કામગીરીને બ્રેક મારી તાલુકાના વિસ્તારોમાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી છે. ખરેડી વડલી ચોકમાં સરકારી પડતર જમીન ખુલ્લી કરવાની કામગીરી થોડા દિવસો પહેલા કરી હતી. તાલુકાના અલગ અલગ ગામોમાં આવેલી સરકારી જમીનોનુ સર્વે કર્યુ છે.

બોરડી ગામે આવેલી ગોૈચરની જમીનોની માપણી તંત્ર દ્વારા કરી હતી. તે જમીનો ઉપર સરકારી ગોૈચરની જમીન બોલતી હોવાની રેકર્ડમાં જાણવા મળતા તંત્ર દ્વારા 150 થી 200 જેટલા મકાન માલિકોને ગ્રામ પંચાયતના તલાટી દ્વારા તેમને 7 દિવસમાં મકાનો ખાલી કરવા માટેની નોટિસો ફાળવી હત. તા.07/07/2023ના રોજ ગ્રામ પંચાયતના તલાટી દ્વારા બોરડી ગામના 150 થી 200 મકાન માલિકોને 7 દિવસમાં મકાનો ખાલી કરવા દેવાની નોટિસો પાઠવતા તેઓએ તા.8ના રોજ દાહોદના બીટીપી પાર્ટીના પ્રમુખની ઓફિસ ખાતે આવી રજુઆત કરી હતી. પ્રમુખે પણ દાહોદ કલેકટરને આવેદનપત્ર આપવા માટેની તૈયારી બતાવી હતી. ત્યારે બોરડી ગામે આવેલા મકાનો તે સ્થાનિકોના જણાવ્યાનુસાર વર્ષો પહેલા ઈન્દિરા આવાસ યોજના હેઠળ બાંધકામ કરી અને કેન્દ્ર સરકાર દ્વારા આપ્યા હતા.