દાહોદ, દાહોદ શહેરમાંથી કોઈ નિષ્ઠુર માતાએ નવજાત બાળકને મૃત હાલતમાં એક કાપડની થેલીમાં ભરી તરછોડી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટના સ્થળે પહોંચેલ પોલીસે નવજાત બાળકનો કબજો લઈ નવજાત બાળકને સારવાર માટે લઈ નજીકના દવાખાને મોકલી આપ્યાંનું જાણવા મળે છે.
દાહોદ શહેરના બિરસા મુંડા ચોક નજીક એક કાપડની થેલીમાં નવજાત બાળક મૃત હાલતમાં જોવા મળતાં અહીંથી પસાર થતાં સ્થાનીક લોકો સ્થળ પર દોડી આવ્યાં હતાં. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃત નવજાત બાળકનો કબજો લઈ બાળકને નજીકના દવાખાને મોકલી આપ્યું હતું. ઘટનાને પગલે નવજાત બાળકને તરછોડી મુકનાર અજાણી માતા પ્રત્યે લોકોએ ફિટકાર વરસાવી હતી. ત્યારે સમગ્ર મામલે સ્થાનીક પોલીસ દ્વારા નવજાત બાળકની અજાણી માતા વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.