દાહોદ,
દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે એક 15 વર્ષીય સગીરાને એક યુવક દ્વારા સગીરા ઉપર જબરદસ્તીથી જાતીય હુમલો કરી જાતીય સતામણી કરી છેડતી કરતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા. 27મી જાન્યુઆરીના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક 15 વર્ષીય સગીરા ભાઠીવાડા ગામેથી પસાર થઈ રહ્યાં હતા.તે સમયે ભાઠીવાડા ગામે ગામતળ ફળિયામાં રહેતો અલ્કેશભાઈ પુંજાભાઈ કલારા સગીરા પાસે આવ્યો હતો અને સગીરા ઉપર જબરદસ્તીથી જાતિય હુમલો કરી સગીરાને જાતિય સતામણી કરી તેણીની સાથે છેડતી કરતાં આ સંબંધે સગીરાના પિતા દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.