દાહોદ,
પ્રધાનમંત્રીના ટીબીમુક્ત ભારત અભિયાન 2025 અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્ર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાઠીવાડા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વિજય પરમાર, જીલ્લા પંચાયત સભ્ય સુધીરભાઈ લાલપુરવાળા, નીરજ મેડા, તાલુકા અધ્યક્ષ મુકેશભાઈ લબાના, ભાઠીવાડા સરપંચ રમીલાબેન બેન દ્વારા 15 ટીબીના દર્દીને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી.
તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા 17 દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રિશન કીટ આપવામા આવી હતી. આમ 32 દર્દીઓને દત્તક લઈને ન્યુટ્રિશન કીટ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો. તેઓએ કોમ્યુનિટી માંથી વધુ લોકો નીક્ષય મિત્ર બની ટીબીના દર્દીઓને અપનાવે એવો સંદેશો પાઠવ્યો હતો. ગત રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જીલ્લા ક્ષય અઘિકારી ડો.આર.ડી.પહાડીયા, મેડીકલ ઓફીસર ડો. શ્રુતિ ડામોર, ડો. દિવ્યાની નીશરતા, આરોગ્ય કર્મચારીઓ સહિત દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા.