દાહોદ ના બહુચર્ચિત નકલી બિનખેતી હુકમોના સ્ફોટક કૌભાડના વોન્ટેડ આરોપીઓ રામુ પંજાબી અને કુતબુદ્દીન રાવતને કાયદાકીય સહારો લઈને ભાગેડુ જાહેર કરાય એવી સંભાવનાઓ…

ગુજરાત સરકારના કરોડો રૂપિયાના પ્રિમયમની ચોરી કરતા દાહોદના બહુચર્ચીત નકલી બિનખેતી હુકમોના બહાર આવેલા સ્ફોટક કોંભાડમાં એક સમયના વગદાર કહેવાતા બિલ્ડર શૈશવ પરીખની વૈભવી ઓફિસ રાજકીય અગ્રણી નેતાઓની અવરજવરોથી ધમધમતી હતી ભલભલા સત્તાધીશો પણ શૈશવભાઈ સાથે સંબધો મજબૂત રાખવા માટે તેઓની ઓફિસ માં અચૂક જતા હતા આ વગદાર બિલ્ડરમાંથી ભૂમાફિયા બની ગયેલા શૈશવ પરીખની દાહોદ ના નકલી બિનખેતીના હુકમોમાં આરોપી તરીકે જેલ હવાલે કરાતા શૈશવના એક પછી એક બહાર આવી રહેલા કરનામાઓથી સમગ્ર દાહોદ શહેરની ઊંઘ હરામ થઈ જવા પામી છે શૈશવની ધરપકડ સાથે ખાસ સાગરીત રામુ પંજાબી ભૂગર્ભમાં સરકી ગયો છે જયારે કુતબુદ્દીન રાવત સાઉદીઅરબ ના શાંરજહાંમાં રોકાય ગયા છે આ બન્ને વોન્ટેડ આરોપીઓ ને ભૂગર્ભમાંથી ઝડપી પાડવા માટે દાહોદ પોલીસ તંત્ર દ્ધારા કાયદાકીય સહારો લઈ ને ભાગેડુ જાહેર કરીને તેઓની મિલ્કતો ટાંચમાં લેવાની પ્રકિયાઓ હાથ ધરે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે..

  • સરકારના કરોડો રૂપિયાના પ્રીમિયમો ની ચોરીઓ કરીને બારોબાર પ્રોપર્ટીકાર્ડ જનરેટ કરાવવાંના ખેલો માં…
  • રામુ પંજાબીની સાથોસાથ રાજુ નામના એક ચહેરાની ભૂમિકાઓ પણ આશંકાઓ ના દાયરામાં…

જો કે દાહોદ ના બહાર આવેલા નકલી બિનખેતી હુકમો ના સ્ફોટક કોંભાડોમાં શૈશવ ના એક સમય ના ખાસ કહેવાતા એક જમીન દલાલ કે જે દાહોદથી ગાંધીનગર વચ્ચે અપડાઉન કરીને વિવાદિત જમીન પ્રકરણોનો ની ફાઈલો ના વિવાદો પોતે જાતે ઉભા કરાવ્યા બાદ આ વિવાદોને શાંત કરાવવા માટે જે તે સમયના સત્તાધીશોના મધ્યસથી બનીને દલાલી કરનારા એ ચહેરા નકલી બિનખેતી ના હુકમોનો ભોગ બનેલા દાહોદ ના કેટલાક જમીન માલિકો પાસેથી તોડપાણી કર્યા હોવાની ચર્ચાઓ ક્ર્મશઃ બહાર આવી રહી છે પરંતું નકલી બિનખેતીના હુકમો ના આધારે સરકાર ના કરોડો રૂપિયાના પ્રિમયમની ચોરીઓ કરી ને દાહોદ સીટી સર્વ કચેરીમાંથી વટભેર પ્રોપટીકાર્ડ જનરેટ કરાવી આપવામાં મુખ્ય ભૂમિકાઓ ભજવનારા વોન્ટેડ રામુ પંજાબીના આ કરનામાંઓ માં રાજુ નામના એક ચહેરાની ભૂમિકાઓ પણ આ શંકાઓ ના દાયરામાં આવી શકે તેમ છે એટલા માટે કે આ રાજુ પણ એ વગદાર જમીન દલાલનો ખાસ અંગત હોવાનો કહેવાય છે..