દાહોદના બગીચામાં પાણીની પરબ માત્ર શોભાના ગાંઠીયા સમાન

  • ગોવિંદનગર વિસ્તારમાં આવેલ બગીચામાં બાળકો માટે મુકવામાં આવેલ રમત ગમતના સાધનો ખખડધજ હાલતમા.

દાહોદ, દાહોદ શહેરના ગોવિંદ વિસ્તાર ખાતે આવેલ બગીચામાં બાળકોને રમતાના સાધનો ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યાં છે. બગીચામાં આવેલ પાણીની પરબની ટાંકી પણ ખાલીખમ જોવા મળી હતી. રાત્રીના સમયે આ બગીચામાં હરવા ફરતાં આવતાં લોકો પીવાના પાણી માટે પણ સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ ઉનાળાના સમયને ધ્યાનમાં રાખી સ્થાનીક વહીવટી તંત્ર દ્વારા આ બગીચાની રોનક જળવાઈ રહે તે માટે ખખડી ગયેલ રમતોના સાધનો તેમજ પાણીની સુવિધા પુરી પાડવામાં આવે તેવી લાગણી અને માંગણી અહીં આવતાં લોકોમાં ઉઠવા પામી છે.

કપરા ઉનાળાની વચ્ચે સમી સાંજ બાદ દાહોદ શહેરના ગોવિંદનગર વિસ્તારમાં આવેલ બગીચામાં લોકો હરવા, ફરવા તેમજ નાના ભુલકાઓને સાથે લઈ વાલીઓ, વયોવૃધ્ધ લોકો ઠંકક મેળવવા આ બગીચામાં આવતાં હોય છે. બગીચામાં બાળકો માટેના રમત ગમતના સાધનો ભંગાર હાલતમાં નજરે પડી રહ્યાં છે. આ બગીચામાં એક પાણીની પરબ પણ છે, પરંતુ આ પરંબ માત્ર શોભાના ગાંઠીયા સમાન બની રહેવા પામી છે. અહીં હરવા ફરવા આવતાં આસપાસના લોકોને પોતાની સાથે પાણીની બોટલો લાવવાની ફરજ પડે છે, તેમાંય જો આ પરબમાં પીવાના પાણીની સુવિધા પુરી પાડવામાં આવે તો લોકોને પીવાનું પાણી મળી રહે તેમ છે. દાહોદ શહેરમાં આમેય બાગ બગીચા જેવી વસ્તુ રહી ખાસ એવી રહી નથી. ત્યારે શહેરની વચ્ચો વચ્ચ આવેલ આ એકમાત્ર બગીચો લોકો માટે સાંજના સમયે હરવા ફરવા માટેનું સ્થળ બની રહ્યું છે. આ બગીચામાં આવેલ બાળકો માટેના રમત ગમતના સાધનો નવા નાંખવામાં આવે જેથી બાળકો રમત ગમતના સાધનોનો આનંદ માણી શકે. હાલ જ્યારે શહેરમાં સ્માર્ટ સીટી અંતર્ગત રસ્તા પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ બગીચાની અવરોધરૂપ દિવાલો પણ તોડી પાડવામાં આવી છે.