
દાહોદ,દાહોદ જીલ્લામાં આવેલ અનાસ ખાતે બોરડી ઇનામી રેલવે બ્રિજનું ઉદઘાટન સાંસદના હસ્તે ઉતાવળએ કરી દેવાયું હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, આ નવીન બની રહેલ રેલવે બ્રિજની કામગીરી પૂર્ણ થઈ ન હોવા છતાંએ અને લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતાના એક દિવસ પહેલા જ આ બ્રિજનું ઉદ્ઘાટન કરી દેવાયા બાદ ત્યારબાદ બ્રીજને પુન: બંધ કરી દેવાતા અને બ્રિજનું કામકાજ શરૂ કરી દેવા હતા લોકોને પોતે છેતરાયા હોવાનો અનુભવ થયો હતો.
લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તમામ પક્ષો દ્વારા તડામાર રીતે કરવામાં આવી રહી છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા મતદારોને રીઝવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દાહોદ જીલ્લામાં પણ તમામ પાર્ટીઓ દ્વારા લોકસભાને ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે અને મતદારોને પોતાની તરફે ખેંચવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આવા સમયે દાહોદ જીલ્લામાં આવેલ અનાશ બોરડી ઇનામી ઓવરબ્રિજનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આચારસંહિતાના એક દિવસ પૂર્વેજ સત્તાધારી પક્ષ દ્વારા આ ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ઉતાવળમાં કરવામાં આવેલ આ ઓવરબ્રીજના ઉદ્ઘાટન બાદ ઓવરબ્રિજની કામગીરી અધુરી હોવાના કારણે બ્રિજને ઉદ્ઘાટનની પ્રક્રિયા બાદ પુન બંધ કરી દેવામાં આવતા વાહન ચાલકો તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો આક્રોશ જોવા મળી રહ્યો હતો અને પોતાને સત્તાધારી રાજકીય પક્ષ દ્વારા છેતરવામાં આવ્યા હોય તેમજ આવનાર લોકસભાની ચૂંટણીમાં મતદારોને પોતાની તરફે ખેંચવા માટે વોટ બેંકની રાજનીતિ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ ઓવરબ્રિજના નિર્માણથી દાહોદના 44 થી વધુ ગ્રામ્ય વિસ્તારો તેમજ મધ્યપ્રદેશને જોડતો આ ઓવરબ્રિજ જાહેર જનતા માટે જીવા દોરી સમાન છે. ત્યારે લાંબા સમય સુધી પણ આ ઓવરબ્રિજને શરૂ કરવામાં ન આવતા લોકોને અવસરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અધૂરા આ ઓવરબ્રિજના ઉદઘાટનમાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર, ગુજરાતના મંત્રી બચુભાઈ ખાબડ અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.