
દાહોદ, દાહોદ જીલ્લાના અમરધામ કબીર મંદિર સાલીયાના મહંત શ્રી 108 ઋષિકેશદાસ સાહેબ, ગુરૂ જ્ઞાનીદાસ સાહેબ તેમજ દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા રાજ્ય પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ગુરૂ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

ગુરૂ વગર જ્ઞાન અધૂરૂં ગણાય છે એટલે દરેક વ્યક્તિ હોય કે સમુદાય તે પોતાના એક ગુરૂજીને આદર્શમાંની તેમના જીવન મૂલ્યોમાંથી શીખ મેળવતા હોઈએ છીએ એટલેજ ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે.

આજે કબીર મંદિર સાલિય ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી થઈ. જેમાં કબીર પંથ સમાજના સંત મહંત સાધુ સાહેબો તથા અન્ય ભાવિકો અને ભક્તોએ ગુરૂ પૂર્ણિમા નિમિતે ગુરૂજીના આશીર્વાદ લઈ સત્સંગનો અનેરો લાભ લઈ પોતે ધન્યતા અનુભવી હતી. તેમજ ગુરૂજીની આરતી પછી ભોજન પ્રસાદીનો લાભ લીધો હતી. આમ, સદ્દગુરૂ કબીરદાસ સાહેબની તેમજ ધની ધરમદાસ સાહેબની પ્રણાલિકા મુજબ ગુરૂપૂર્ણિમાનો વાર્ષિક ઉત્સવ કબીર મંદિર સાલીયા ખાતે ધામધૂમ પૂર્વક ઉજ્વયો હતો.