દાહોદના અમદાવાદ-ઈન્દોર હાઈવે પર આવેલ ડમ્પીંગયાર્ડમાં ગાયોના મૃતદેહ મળતાં ચકચાર

દાહોદ, nદાહોદ શહેરના અમદાવાદ-ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ ડમ્પીંગ યાર્ડમાંથી ગાયોના મૃતદેહ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ અંગેની જાણ પશુ પ્રેમીઓમાં થતાં તેઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.

દાહોદ શહેરના ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે સ્થિત પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં અર્ધ બળેલી અવસ્થામાં આઠ ગાયો તેમજ બે વાછરડા મળી આવતા સ્થાનિકોએ આ મામલે નગરપાલિકાના સત્તાધીશો તેમજ લાગતા વળગતા તંત્રને જાણ કરી હતી. જોકે, આ દરમિયાન મરણ પામેલી ગાયોના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગૌરક્ષકો તેમજ જીવ દયા પ્રેમીઓમાં આક્રોશ ફેલાયો હતો. જોકે, ત્યાં સુધીમાં દાહોદ નગરપાલિકા તંત્ર દ્વારા સેનેટરી વિભાગના કર્મચારીઓને સ્થળ પર મોકલ્યા હતા. જે બાદ સેનેટરી વિભાગના કર્મચારીઓ દ્વારા બુલડોઝર દ્વારા ખાડો ખોદી મરણ પામેલા ગૌવંશની યોગ્ય રીતે દફનવિધિ કરી હતી.