
દાહોદ,
લાયન્સ ક્લબ ઓફ દાહોદ સીટી અને એબિલિટી દ્વારા પ્રાથમિક શાળાના બાળકોને ઠંડી સામે રક્ષણ મેળવવાના ઉમદા હેતુથી અભલોડ મુખ્ય પ્રાથમિક શાળા પ્રાથમિક શાળા અને દોલતગંજ ક્ધયા પ્રાથમિક શાળામાં દાતાના સહયોગથી 225 બાળકોને સ્વેટર વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ દાહોદનો કાયમી પ્રોજેક્ટ બાળકોને સ્વેટર વિતરણ નો છે જેના પ્રોજેક્ટ ચેરમેન લાયન કમલેશ લીંબાચીયા, કેબિનેટ સેક્રેટરી લાયન યુસુફિ કાપડિયા, એબિલિટીના પ્રમુખ સંજય પ્રજાપતિ, ખજાનચી લાયન સુરેશ ભૂરા, લા. અજય પટેલ, લા. રમેશ પરમાર ઉપરાંત અન્ય મેમ્બરો ઉપસ્થિત રહીને આ ઉમદા કાર્યના સહભાગી બન્યા હતા. ઉમંગ દરજી અને સમીર ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. શાળાના આચાર્યઓએ આભાર વ્યક્ત કર્યો હતો.