દાહોદના રળીયાતી ગામે દડો રમતા બાળકોને લઈ તકરારમાં એક વ્યકિતને તલવારથી હુમલો કર્યો

દાહોદ શહેરના રળીયાતી ગામે બાળકો રસ્તા પર દડો રમતા હોય અને વાહન લઈ પસાર થતાં ચાલકોને તકલીફ પડતી હોવાનું કહી એક વ્યક્તિએ ઝઘડો તકરાર કરી એકને તલવાર હાથના ભાગે મારી ચામડી ફાડી નાંખી લોહીલુહાણ કરી મારી નાંખવાની ધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંયાંનું જાણવા મળે છે.

ગત તા.12મી ઓગષ્ટના રોજ દાહોદના રળીયાતી ગામે સાંસીવાડ વિસ્તારમાં રહેતાં પપ્પુભાઈ માંગીલાલ સાંસીનો નાનો દિકરો અવતાર પ્લાસ્ટીકનો દડો રમતો હોય જે દડો રોડ ઉપર જતો રહેતાં વિસ્તારમાં રહેતાં અજયભાઈ રાજુભાઈ પરમારે મોટરસાઈકલ બ્રેક મારી ઉભી રાખવી પડેલ તેની અદાવત રાખવી પડેલ તેની અદાવત રાખી પપ્પુભાઈ પાસે આવ્યો હતો અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો છોકરાઓને રસ્તામાં દડો રમાડો અને અમારે મોટરસાઈકલ લઈને જવા આવવામાં તકલીફ પડે છે, તેમ કહેતા, પપ્પુભાઈએ ગાળો બોલવાની ના પાડતાં અજયભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ પોતાની સાથે લાવેલ તલવાર પપ્પુભાઈ પર ઉગામતા પપ્પુભાઈએ હાથ આડો કરતાં તેઓના હાથના ભાગે તલવાર વાગી જતાં ચામડી ફાટી જતાં પપ્પુભાઈ લોહીલુહાણ થઈ ગયાં હતાંં. જ્યારે અજયભાઈએ પપ્પુભાઈને મારી નાંખવાની ધમકીઓ પણ આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત પપ્પુભાઈ માંગીલાલ સાંસીએ દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.