
- દાહોદ શહેરમાં સફાઈ મામલે કેટલાક જાગૃત નાગરિકો સોશિયલ મીડીયામાં પણ ફરિયાદો કરી રહ્યા છે. ત્યારે દાહોદ નગરપાલિકાના પ્રમુખ દ્વારા તેનો જવાબ પણ સોશિયલ મિડીયાના માધ્યમથી જ આપવામા આવી રહ્યો છે.
- સફાઈ ની ફરિયાદોનો “યોગ્ય”રીતે નિકાલ કરાય છે.
દાહોદ,દાહોદ શહેરમાં અવાર નવાર સફાઈની ફરિયાદો ઉઠે છે. આ મામલે સ્થાનીક લોકો દ્વારા પોત પોતાના વોર્ડના કાઉન્સીલરોથી લઈ દાહોદ નગરપાલિકા સુધી કરવામા આવી રહ્યો છે. દાહોદ નગર પાલિકા દ્વારા તેનુ જે તે પધ્ધતિથી નિરાકરણ કરવામા આવે છે. વિવિધ સમાજના વિવિધ ધાર્મિક કાર્યક્રમો વખતે પણ સંબંધિત વિસ્તારોમા સફાઈની માગ કરવામા આવે છે અને યોગ્ય રીતે તેનો પણ નિકાલ કરવામા આવે છે.
હકીકત કાંઈક જુદી જ નીકળી!
તેવા સમયે દાહોદ નગર પાલિકા પ્રમુખ રીના પંચાલ દ્વારા સોશિયલ મિડીયામાં બે દિવસથી સફાઈની તસવીરો પોસ્ટ કરવામા આવી રહી છે. જે શહેરના જુદા જુદા વિસ્તારોમા જુદા જુદા સમયે કરવામા આવતી સફાઈની તસવીરો છે. જેમાં ગટરોની સફાઈ, રસ્તાની સફાઈ મોટા કદની ગટરોની સફાઈનો સમાવેશ થાય છે.
ત્યારે આવી તસવીરો જોઈને સામાન્ય રીતે એવુ લાગે કે પ્રિમોન્સુન કામગીરીનો પ્રારંભ કરી દેવામા આવ્યો છે પરંતુ હકીકત કાંઈક જુદી જ નીકળી છે.
બોકસ: પ્રિમોન્સુન કામગીરીનો અખાત્રીજથી આરંભ થશે : રીના પંચાલ…..
આ મામલે પાલિકા પ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મિડીયામાં એવી પોસ્ટ મુકવામા આવી હતી કે, દાહોદ નગર પાલિકા દ્વારા સફાઈ માટે ટીમો મુકવામા આવતી નથી. જેથી તારીખ વાર કયા વિસ્તારમાં કેટલા સફાઈ કર્મીઓની ટીમ દ્વારા સફાઈ કરાવવામા આવી છે. તેની તસવીરો અને યાદી પોસ્ટ કરવામા આવી છે. પ્રિમોન્સુન કામગીરીનો શુભારંભ તો અખાત્રીજ ના દિવસથી કરવામા આવશે. આંમ, પાલિકા પ્રમુખે જે ભાષામાં સવાલ તે ભાષામાં જ જવાબ આપ્યો હોવાનું લાગી રહ્યું છે.