દાહોદમાં 9 જેટલા ઈસમોએ સોશ્યલ મીડીયા દ્વારા હોટલ ઓનલાઈન રીવ્યુ આપી કમાણીની લાલચમાં 22.19 લાખ રૂા. ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી

દાહોદ શહેરમાં 9 જેટલા અજાણ્યા ફ્રોડ ઈસમોએ એક 30 વર્ષિય યુવકને સોશીયલ મીડીયાના માધ્યમથી હોટલના ઓનલાઈન રિવ્યુ આપી કમાણીની લાલચ આપી યુવકને વિશ્વાસમાં લીધા બાદ ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વ્યાજની ખોટી લાલચ આપી યુવક પાસેથી ઓનલાઈન ટ્રાન્જેક્શન મારફતે કુલ રૂા.22,19,188 અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્ફર કરાવી વિશ્વાસ ઘાત છેતરપીંડી કરતાં દાહોદ શહેરમાં આ બનાવને પગલે સ્તબ્ધતા સાથે ચકચાર વ્યાપી જવા પામી છે.

લોભીયા હોય ત્યાં ધુતારા ભુખે ન મરે.. જેવી કહેવત દાહોદ શહેરમાં સાચી પડી છે. સરકાર દ્વારા સાયબર ક્રાઈમનો કોઈ વ્યક્તિ શિકાર ન બને તે માટે અવાર નવાર જાહેરાતો કરી લોકોને ફ્રોડથી બચવા માટે અપીલ કરતી હોય છે પરંતુ ઘણા લોકો ટુંકાગાળામાં વધુ નાણાં કમાવવાની નિતી રિતી અપવાની ફ્રોડ કરતાં ઈસમોની ચંગુલમાં આવી જઈ પોતાની કમાણીના હજ્જારો, લાખ્ખો તેમજ કરોડો રૂપીયા ગુમાવી દેતાં હોય છે. આવોજ એક કિસ્સો દાહોદ શહેરમાં બનવા પામ્યો છે. જેમાં દાહોદ શહેરના ગોદી રોડ ખાતે કે.જી. કોમ્પલેક્ષ ઈજજી મોહલ્લા ખાતે રહેતાં 30 વર્ષિય જુઝેરભાઈ નુરાનીભાઈ મલેકને ગત તા.13.05.2024 થી તારીખ 15.05.2024ના સમયગાળા દરમ્યાન 09 જેટલા અલગ અલગ ફ્રોડ ઈસમોએ સોશીયલ મીડીયાના વોટ્સ એપ માધ્યમથી હોટલના ઓનલાઈન રિવ્યુ આપ્યાં હતાં.

જેમાં કમાણીની લાલચ આપી હતી જુઝેરભાઈને વિશ્વાસમાં લઈ ટેલીગ્રામ પર વેબસાઈટ ફેક વેબ પેજ બનાવી ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લઈ 09 જેટલા ફ્રોડ ઈસમોએ પોતાના વોટ્સ માધ્યમથી અલગ અલગ બેન્ક એકાઉન્ટ નંબર તેમજ આઈએફસી કોડ આપી તેમાં અલગ અલગ સમયગાળા દરમ્યાન કુલ રૂા.22,19,188ની રકમ જુઝેરભાઈના બેન્ક ખાતા માંથી ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં હતાં. સમય વિતતો ગયો અને પોતાનું કામ ન થતાં જુઝેરભાઈ પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં આ અંગેની જાણ જુઝેરભાઈએ પોતાના સગા,સંબંધીઓને કરતાં તમામમાં આશ્ચર્ય સાથે ચકચાર મચી જવા પામ્યો હતો.

આ સંબંધે જુઝેરભાઈ નુરાનીભાઈ મલેક દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તપાસનો ધમધમાટ આરંભ કર્યો છે.