દાહોદ ધારાસભ્યએ સાદગી થી જન્મ દિવસની ઉજવણી કરી

દાહોદ,દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો આજે જન્મ દિવસ હોય ધારાસભ્ય દ્વારા વૃધ્ધા, ગંગાસ્વરૂપ, અંધ બાળકો, શાળાના બાળકો સાથે સાથે મંદિરમાં પુજા, અર્ચના, ગૌ શાળામાં ગાયોની સેવા કરી પોતાનો જન્મ દિવસ સાદગી પુર્વક ઉજવ્યો હતો. ધારાસભ્ય બન્યા બાદ ધારાસભ્યનો બીજો જન્મ છે ત્યારે આજે તેમના જન્મ દિવસે તેમના શુબેચ્છકોએ શુભેચ્છાઓની વર્ષા કરી હતી.

દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાના જન્મ દિવસે સવારે કેદારનાથ મહાદેવ મંદિરે પુજા, અર્ચનાથી શરૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ ભાઠીવાડામાં સુપોષિત કીટ આપવામાં આવી હતી. ગંગા સ્વરૂપ બહેનોને સાડી ભેટ આપવામાં આવી હતી. દાહોદ બ્લાઈન્ડ વેલફેર કાઉન્સીલમાં બાળકોને ભોજન કરાવ્યું હતું. દાહોદની સુરભી ગૌશાળામાં ગાયોને ઘાસ, ગોળ, રોટવી ખવડાવી સેવા કરી હતી. રામાનંદ પાર્કમાં સંત સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં 100 જેટલા સંતોને સાલ, ખેંસ અને ભેટ અર્પણ કરી ભોજન કરાવવામાં આવ્યું હતું જેમાં શાસ્ત્રીજી નલીનજી ભટ્ટ દ્વારા કાસ આર્શિવાદ આપવા માટે ઉપસ્થિત રહ્યાં હતાં. સાજે વૃધ્ધાશ્રમમાં આશ્રિતોની મુલાકાતે ધારાસભ્ય પહોંચ્યાં હતાં જ્યાં આશ્રિતોને ભેટ, સોગાદ અર્પણ કરી તેમને કોઈ તકલીફ પડતી હોય અથવા અન્ય મુશ્કેલી પડતી હોય તે બાબતે વાતચીત કરવામાં આવી હતી. સાંજે અંધજન મંડળ, છાપરીની અંધ શાળામાં બાળકોને ભોજન કરાવી તેમજ સાંજે ઠક્કર ફળિયા રામજી મંદિરમાં આરતીમાં ભાગ લીધો અને સાંજે ઝાયડસ હોસ્પિટલમાં સંતકૃપા મંડળ સાથે રામ રોટી ભોજનમાં સહયોગ કરી ધન્યતા અનુભવી હતી. આમ, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પોતાનો જન્મ દિવસ સાદગી પુર્કવ, આદ્યાત્મિક રીતે ઉજવ્યો હતો.