દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકામાં એમજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતાં એક 47 વર્ષિય કર્મચારીનું ફરજ દરમ્યાન હાર્ટ એટેકને પગલે મોત નીપજતાં ચકચાર મચી જવા પામી છે.
દેવગઢ બારીયા દેવગઢ બારીઆમાં એમજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા 47 વર્ષીય નર્વતભાઈ રૂપસિંગ પટેલ (રહે. નાની બાંડીબાર, તા. દેવગઢ બારીઆ, જી.દાહોદ) નામના વીજ કર્મીનું ફરજ દરમ્યાન મોત ચાલું ફરજ દરમ્યાન ગતરોજ એકાએક ઢળી પડ્યા હતાં. તેઓને સાથી કર્મીઓ દ્વારા તાત્કાલિક દેવગઢ બારીઆ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં હતાં. ત્યાંના ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી જ્યારે દેવગઢ બારીઆ એમજીવીસીએલ કચેરીમાં વીજ કર્મચારીના મોતને પગલે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. મૃતક નર્વતભાઈના મૃતદેહને પીએમ માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં. આ સંબંધે સ્થાનીક પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.