દાહોદ, ફાસ્ટ ટ્રેક પ્રમોશન યોજના હેઠળ દાહોદ ખાતે એન.ડી.બિદારકર ને તા.22/12/2023ના રોજ કાર્યપાલક તરીકેનો ઓર્ડર આપવામાં આવેલ હતો. પરંતુ એમજીવીસીેઅલના વર્તુળમાં છુપા ગણગણાટ મુજબ આ અધિકારીને ફાસ્ટ ટ્રેક યોજનામાં વડોદર ખાતે પોસ્ટિંગ લેવામાં રસ ન હોવાથી ઓર્ડરની શરતનો ભંગ કરી તા.31/12/2023 સુધીમાં દાહોદ હાજર થયેલ નથી. આજ સુધી મહિલા ઈજનેર સહિત બીજા ઈજનેરોના કિસ્સામાં બે દિવસમાં હાજર થવા કે પ્રમોશન જતુ કરવા એચ.આર.શાખા તરફથી દબાણ કરવામાં આવ્યુ છે તો આ કિસ્સમાં કુણુ વલણ રાખી વ્હાલા દવલાની નિતી ઈખ્તિયાર કરવાનુ કારણ એમજીવસીએલ દાહોદથી વડોદરા રેન્જમાં આવતા અધિકારીઓને સમજાતુ નથી. અને આનો અંદરથી વિરોધ વધી રહ્યો હોય તેવુ જણાઈ રહ્યુ છે. વધુમાં કર્મચારીઓની માંગ છે કેે, ફાસ્ટ ટ્રેક પ્રમોશત તા.31/12/2023 સુધી જ આપી શકાય તેવુ હોવાથી આ અધિકારીનો ઓર્ડર રદ્દ થાય તે અંગે માંગણી ઉઠી છે. તત્કાલિન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવી યોગ્ય કાર્યવાહી કરે તેવી કર્મીઓની માંગ છે.