દાહોદ એમ.જી.રોડ વિસ્તારના વેપારીઓ દુકાન માંથી સામાન કાઢી લેવા સુચન

દાહોદ, દાહોદના એમ.જી. રોડ વિસ્તારના વેપારીઓને શુક્રવાર સુધી સામાન દુકાનોમાંથી જાતે કાઢી લેવા તેમજ પોતપોતાના ઝુકાટો વિગેરે ગેરકાયદેસર દબાણો દુર કરી લેવા માટે વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે સાથે સાથે આજથીજ રસ્તાઓને પહોંળા કરવાની કામગીરી સીટી સર્વે દ્વારા આવી હોવાનું જાણવા મળેલ છે.

દાહોદ સ્માર્ટ સીટી તરફ હરણફાળ રીતિ વધી રહ્યું છે. દાહોદ શહેરમાં 11 જેટલાં સ્માર્ટ બનાવવા માટે રસ્તાઓ પહોંળા કરવા માટે રસ્તાઓની આસપાસ અવરોધ રૂપ દબાડો તોડી પાડવાની કામગીરી સ્માર્ટ સીટી અંતગર્ત વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેમાં આજરોજ તા 18મી મેને ગુરૂવારના રોજ દાહોદ વહીવટી તંત્ર દાહોદના એમ.જી. રોડ વિસ્તારમાં પહોંચી એમ.જી. રોડ વિસ્તારના વેપારીઓને એકઠા કરી જણાવ્યું કે, દાહોદ સીટી સર્વેની ટીમ દ્વારા આપની દુકાનોનું ગેરકાયદેસર દબાણ દુર કરવામાં આવશે, તો આ કામગીરી મુજબ આપ સ્વયંથી આપની દુકાનનો સરસામાન ખાલી કરી નાખશો અને આપની દુકાનનો જે ભાગ દબાણમાં આવતો હોય તે ભાગ જાતેથીજ હટાવી લેવા જણાવ્યું હતું. તા.19મી મેને શુક્રવાર સુધીનો સમય એમ.જી. રોડના વેપારીઓને સમય આપવામાં આવ્યો છે જો શુક્રવાર સુધી દુકાનોમાંથી સામાન હટાવી નહીં લેવામાં આવશે તો શનિવાર તા.20મી મે ના રોજ ગેરકાયદે દબાણો તંત્ર દ્વારા તોડી પાડવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.