
સામાન્ય રીતે બોર્ડર ઉપર પિરામિલીટરી ફોર્સ તેમજ અર્ધસરકારી દળો દ્વારા બોર્ડર પર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી અવકાશી અવલોકન સાથે પેટ્રોલિંગ કરતા હોય છે. ડ્રોન કેમેરાની મદદથી પેટ્રોલિંગ હાથ ધરાતું હોય છે. પરંતુ મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાંથી પસાર થતાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે નંબર 47 દાહોદ પોલીસની હાઇરિઝૂલેશન ડ્રોન કેમેરાના મદદથી નાઈટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે છે.પોલીસના વડા ની અવનવી ટેક્નિક અને ગુના શોધવાની નિષ્ઠાને કારણે તેમજ પ્રવેન્શન ઇસ બેટર ધેન ક્યોર ના સૂત્રને સાર્થક કરતા આ હાઇવે દેશનો સૌથી સુરક્ષિત હાઇવે તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યો છે.
ભૂતકાળમાં મધ્યપ્રદેશ બોર્ડરથી સંતરોડ સુધીના 70 કિલોમીટર વિસ્તારમાં હાઇવે ઉપર લૂંટ હાઇવે રોબરી જેવી ઘટનાઓ બનતા વાહન ચાલકો રાત્રિના સમયે મુસાફરી કરવાનું ચાલતા રાત્રિના સમયે મુસાફરી કરવાનું ટાળતા હતા. સાંજ પડ્યા પછી અહીંયાથી પસાર થતા વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ અલગ પ્રકારના કચવાટ સાથે આ રસ્તો પાર કરતા હતા. આ બાબતને દાહોદ જીલ્લા પોલીસે બહુ જ ગંભીરતાથી લીધી અને વાહન ચાલકોની સુરક્ષા અને માલસામાનની સલામતીના ધ્યાને લઇ વિશેષ પ્રકારના ઓપરેશનો થકી હાઈવે રોબરી કરતી ગેંગને જેલભેગા કર્યા.
એટલું જ નહીં ભવિષ્યમાં હાઇવે રબારી સમાજના બનતા બનાવો અને અટકાવવા માટે પોલીસે ગ્રાઉન્ડ જીરો પર ઉતરી સર્વેક્ષણ હાથ ધર્યો અને દરેક પાસાઓની બારીક આઈથી નિરીક્ષણ કર્યા બાદ એમપી બોર્ડરના ખંગેલાથી ભથવાડા ટોલનાકા સુધીના 70 કિલોમીટરના એરિયામાં પોલીસે દર 10 કિલોમીટરના અંતરે પોલીસ સહાયતા કેન્દ્ર ઊભા કર્યા જેમાં 24 7 પોલીસ કર્મચારીઓ તેનાત જ કરવામાં આવ્યા. જેના કારણે હાઈવે રોબરી તેમજ હાઇવે પર બનતા માર્ગ અકસ્માતોની સંખ્યામાં મહત્તમ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારબાદ દાહોદ એસપી તરીકે નિયુક્તિ પામેલા તેમજ સાયબર તેમજ આધુનિક ટેકનોલોજીમાં પારંગત અને નિષ્ણાંત ગણાતા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ 11 મહિના પહેલા આધુનિક ટેકનોલોજીની મદદથી આ હાઇવેના સંપૂર્ણ રીતે સુરક્ષા પ્રદાન કરવામાં મહત્વનો ફાળો આપ્યો છે.
હાઇવે ને ત્રણ કેટેગરીમાં વિભાજીત કરાયો….
એસપીના માર્ગદર્શનમાં આ હાઇવે ને ત્રણ કેટેગરીમાં ક્રિટિકલ સમ ક્રિટીકલ નોન ક્રિટીકલ ઝોન માં વહેચી પોલીસ સહાયતા કેન્દ્રોને સુવિધા યુક્ત બનાવી વાયરલેસ સહિત તમામ આધુનિક ટેકનોલોજી ઉભી કરવામાં આવી સાથે સાથે આ હાઇવે ઉપર 13 જેટલી ગાડીઓ ખાસ કરીને રાત્રિના સમયે ક્રોસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. એટલું જ નહીં હાય હાઇરિઝોલેશન ધરાવતા ડ્રોન કેમેરાના મદદથી રાત્રી પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યો. આ ડ્રોન કેમેરાની ખાસિયત છે કે નાઈટ વિઝન ધરાવતા આ કેમેરામાં હાઇવે તેમજ આસપાસના જંગલ વિસ્તાર, ખીણ વિસ્તાર કે માનવ સહિતના વિસ્તારમાં કોઈપણ પ્રકારની મોમેન્ટ આ કેમેરામાં કેપ્ચર થવાથી ગુનાઓ શોધવામાં સરળતા ઊભી થઈ છે.
હાઇવે પર ગાડી ઉભી રહેશે તો 10 મિનિટમાં પોલીસ તમારી પાસે પહોંચશે…
એટલું જ નહીં હવે આ 70 કિલોમીટરના એરિયામાં અંધારામાં પણ કોઈની ગાડી બંધ થાય પંચર પડે અથવા કોઈપણ કારણસર ગાડી રોકાય તો ત્રણ પેટ્રોલિંગ કરતા ડ્રોન કેમેરા ગાડીની ઉપર આવી કેમેરામાં લાગેલી લાઈટ ચાલું થતા અંધારામાં ઊભેલી ગાડી પણ સ્પષ્ટ રીતે જોવાય છે. આવી આપાતકાલીન પરિસ્થિતિમાં પોલીસની ક્રોસ પેટ્રોલિંગ કરતી ગાડીઓ પણ આવી જાય છે. સાથે સાથે પોલી સહાયતા કેન્દ્ર પર ઉપસ્થિત પોલીસ પણ પંચર સહિતની તમામ સુવિધા પૂરી પાડવામાં વાહન ચાલકોને મદદરૂપ થાય છે.