દાહોદ જીલ્લા પંચાયતના તાબા હેઠળની કચેરીઓ ખાતે મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતાં જીલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં તેમજ અલગ અલગ હોદ્દાઓ ઉપર ફરજ બજાવતાં 13 જેટલા કર્મચારીઓની વહીવટી કારણોસર બદલી તેમજ વધારાના કામગીરી કરવા માટે દાહોદ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારની અનેક ફરીયાદો મળતા દિવાળી ટાણે એકાએક બદલીઓ કરાતાં આશ્ચર્ય ફેલાયુ છે.
દાહોદ જીલ્લામા મનરેગા યોજનાના કર્મચારીઓ દ્વારા ગેરેરીતિઓ આચરવાની ફરીયાદો અવાર નવાર ઉઠતી જ રહે છે, ત્યારે થોડા દિવસો પહેલા દેવગઢ બારીઆ ના લવારીયા ગામમાં મનરેગા યોજનામાં 21 કામો કર્યા વિના જ 18.41 લાખ રુપિયા બારોબાર જ ચુકવી દેવાતા ટેકનીકલ આસિસ્ટન્ટ અને જીઆરએસને નોકરી માંથી છુટા કરી દેવામા આવ્યા હતા.
દાહોદ જીલ્લાના મનરેગા વિભાગના કર્મચારીઓના ભ્રષ્ટાચારની અનેક રજુઆતો જીલ્લા વિકાસ અધિકારીને મળતી જ હોય છે, ત્યારે દાહોદ જીલ્લામાં મનરેગા યોજના અંતર્ગત જીલ્લામાં ફરજ બજાવતાં કર્મચારીઓની વહીવટી કારણોસર બદલીની સાથે સાથે વધારાની કામગીરી કરવા માટે હુકમ કરવામાં આવેલ છે. જેમાં ઝાલોદમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં દિવ્યેશ બિલવાળને દાહોદ ખાતે બદલી કરવામાં આવી છે જ્યારે દાહોદમાં ફરજ બજાવતાં કાનન મોઢીયાની ઝાલોદ ખાતે, દાહોદમાં ફરજ બજાવતાં અજય ભાભોરની સંજેલી ખાતે વધારાની કામગીરીમાં એ.ડબ્લ્યુ. એમ. સંજેલી તરીકેનો વધારાનો હવાલો આપવામાં આવ્યો છે, ઝાલોદ ખાતે ફરજ બજાવતાં એ.જી. કુરેશીને દાહોદ ખાતે, દાહોદ ખાતે આંકડા સહાયક તરીકે ફરજ બજાવતાં દિનેશ પરમારને ઝાલોદ ખાતે, દાહોદમાં ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કિશોર ભાર્ગવને વધારાની કામગીરીમાં એ.ડબ્લ્યુ. એમ. લીમખેડા તરીકેનો વધારાનો હવાલો, લીમખેડામાં આસિસ્ટન્ટ વર્કસ મેનેજર તરીકે ફરજ બજાવતાં રવિ શિક્રેના દાહોદ ખાતે, સિંગવડમાં આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કલ્પના ગોહિલને ગરબાડા ખાતે, લીમખેડા ખાતે આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કલ્પેશ જાટવાને એ.પી.ઓ. સીંગવડ તરીકેની વધારાની કામગીરી, દાહોદ ખાતે આસીસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કુ. નિધિ રાવતને સંજેલી ખાતે, સંજેલી ખાતે આંકડા સહાયક તરીકે ફરજ બજાવતાં દિનેશ બારિયાને દાહોદ ખાતે એ.પી.ઓ. દાહોદ તરીકેની વધારાની કામગીરી, ઝાલોદ ખાતે ટેકનીકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં કલ્પેશ દેવડાને લીમખેડા અને લીમખેડા ખાતે ફરજ બજાવતાં નિકુંજ ડામોરને ઝાલોદ ખાતે બદલી કરવામાં આવી છે.