દાહોદ, ગુજરાત રાજ્યના દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરીના મળી કુલ 7 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 64,570ના મુદ્દામાલ સાથે છેલ્લા બે વર્ષથી દાહોદ, મહીસાગર, અમદાવાદ, દેવભુમિ દ્વારકા જીલ્લામાં કુલ ચાર ગુનામાં નાસતા ફરતા આરોપીને દાહોદ એલ.સી.બી. પોલીસે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળે છે.
દાહોદ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ અન્ય ગુન્હાઓમાં વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે દાહોદ જીલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જીલ્લાની તમામ પોલીસ કામગીરી કરી રહી છે. ત્યારે દાહોદ એલ.સી.બી. ને મળેલ બાતમીના આધારે દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરીના મળી કુલ 7 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી ઘરફોડ ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂા. 64,570ના મુદ્દામાલ સાથે છેલ્લા બે વર્ષથી દાહોદ, મહીસાગર, અમદાવાદ, દેવભુમિ દ્વારકા જીલ્લામાં કુલ ચાર ગુનામાં નાસતા ફરતા આરોપી હીમાભાઈ મંગળાભાઈ મોહનીયા (રહે. ઉંડાર, બીલવાળ ફળિયું, તા. ધાનપુર, જી.દાહોદ) ને દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં હાટ બજારમાં ચોરીના દાગીના વેચવા આવ્યો હોવાની બાતમી મળતાં પોલીસે લીમડી હાટ બજારમાં વોચ ગોઠવી હતી અને ઉપરોક્ત આરોપી નજરે પડતાંની સાથે તેને ચારેય તરફથી ઘેરી લઈ પકડી પાડ્યો હતો. ઉપરોક્ત ઝડપાયેલ આરોપીને પોલીસ મથકે લાવી તેની સઘન પુછપરછ કરતાં અને આ દાગીના ક્યાંથી લાવ્યો હોવાનું પુછતાં આ દાગીના ચોરીના હોવાનું ઝડપાયેલ ઉપરોક્ત ઈસમે જણાવ્યું હતું. ઉપરોક્ત ઈસમ દ્વારા મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, ધાનપુર, અમદાવાદ અને દેવભુમિ દ્વારકામાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો અને પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાંવા પામી હતી. ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ પાસેથી પોલીસે સોના-ચાંદીના ચાંદીના દાગી કુલ કિંમત રૂા.64,570નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઉપરોક્ત પકડાયેલ ઈસમ તેના સાગરીતો સાથે ભેગા મળી દિવસ દરમ્યાન બંધ મકાનની રેકી કરી રાત્રીના સમયે ચોક્કસ ટાર્ગેટ મુજબ ઘરફોડ ચોરીને અંજામ આપતાં હતાં.
દાહોદ એલ.સી.બી. પોલીસે ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી તેના અન્ય સાગરીતોની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.