દાહોદ મહત્વપૂર્ણ બજેટ સભામાં માજી પ્રમુખ તેમજ હોદ્દેદાર સહિતના સુધરાઈ સભ્યોની સૂચક ગેરહાજરી ?

  • દાહોદ નગરપાલિકાની સામાન્ય તેમજ બજેટ સભા ગણતરીની મિનિટોમાં પુર્ણ,12.30 નો પૂરાંતવાળું બજેટ સર્વાનુંમતે મંજૂર.
  • સમાન્ય સભામાં એક થી 38 મુદ્દા 3 મિનિટમાં મંજુર કરાયા.

દાહોદ, દાહોદ નગર પાલિકા સભાખંડમાં આજે ગુરૂવારના રોજ ત્રિમાસિક સામાન્ય સભા અને બજેટની ખાસ સામાન્ય સભા યોજાઇ હતી. આજે યોજાયેલી ત્રિમાસિક સામાન્ય સભામાં એજેન્ડાના 1 થી 38 કામોને હાજર સભ્યોએ પાટલી થપથપાવી ત્રણ મિનીટમાં મંજુર કરી દીધા હતાં. ત્યારબાદ શરૂ થયેલી બજેટ સભામાં કારોબારી ચેરમેન દ્વારા બજેટ વાંચી સંભળાવ્યા આવ્યુ હતું.જેમા 12.30 કરોડ રૂપિયાની પુરાંત વાળુ બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું.બંને સભામાં ગત અઢી વર્ષની ટર્મના પ્રમુખ સહિત ભાજપના જ છ સુધરાઇ સભ્યો વિવિધ કારણોસર હાજર જોવા મળ્યા ન હતાં.

દાહોદ શહેરમાં નગર પાલિકામાં ત્રિમાસિક સમાન્ય સભા અને બજેટ સભાનું પાલિકા પ્રમુખ નીરજ ગોપી દેસાઇના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યુ હતું. પ્રથમ યોજાયેલી ત્રિ માસિક સામાન્ય સભામાં મુકેલા એજન્ડાના વિવિધ 1 થી 38 કામોને પાટલી થપથપાવીને સર્વાનુમને મંજુર કરી દેવામાં આવ્યા હતાં. ત્યાર બાદ 15 મિનીટનો વિરામ લઇને પ્રમુખ ગોપી દેસાઇ, ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગ અને કારોબારી ચેરમેન હિમાંશુ બબેરિયા બજેટ કોપી લઇને આવ્યા હતાં. વર્ષ 2024-25માં 1,25,57,45,463 રૂપિયાની આવકનો અંદાજ માંડવામાં આવ્યો હતો. તેમાં 22,74,79,369 ઉઘડતી સિલકનો ઉમેરો કરતાં કુલ રકમ 1,48,32,24,832 થતી હતી. તેની સામે જુદા-જુદા વિભાગોમાં રકમની ફાળવણી કરતાં તેમજ કામોને અગ્રતા આપતાં 1,36,01,75,457 રૂપિયાનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો. આમ અંદાજપત્રમાં આવક અને ખર્ચની જોગવાઇ ધ્યાને લેતાં 12,30,49,375 રૂપિયાની પુરાંત વાળુ બજેટ જાહેર કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનિય છે કે, આ વખતે કોઇ પણ પ્રકારના વેરામાં વધારો કરવામાં આવ્યો ન હતો.

સામાન્ય સભામાં માજી પ્રમુખો, પક્ષનાં નેતા તેમજ દંડક ની સૂચક ગેરહાજરીથી આશ્ચર્ય.

નગરપાલિકા સભાખંડમાં આજે યોજાયેલી ખાસ સમાન્ય સભા તેમજ બજેટ સભામાં 28 જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ ગત બોર્ડમાં મલિકા હસ્તકની જમીન સ્માર્ટ સિટીને ફાળવવા માટે વિરોધ કરનાર માજી પ્રમુખ રાજેશ શહેતાઈ રીનાબેન પંચાલ, પક્ષના નેતા દીપેશ લાલપુર વાલા, દંડક અહેમદ ચાંદ સહિતના ફૂલ 6 હોદ્દેદારો તેમજ જન પ્રતિનિધિઓ ગેરહાજર રહેતા અનેક પ્રકારના તર્ક-વિતરકો વહેતા થયા હતા. કે આ મામલે નગરપાલિકા પ્રમુખ એ જણાવ્યું હતું કે ઉપરોક્ત હોદ્દેદારો તેમજ જન પ્રતિનિધિઓ સાથે પહેલેથી જ પરામસ થઈ ગયો હતો વિવિધ કારણોસર તેઓ સામાન્ય સભામાં હાજર રહી શક્યા નથી કોઈ પ્રકારનો વિરોધ નથી. પ્રજાલક્ષી કામોમાં એક પરિવારની જેમ અમે કામ કરી રહ્યા છે.