- દિલ્હી મુંબઇ મુખ્ય રેલ્વે માર્ગ પર અકસ્માત
- દાહોદ ના મંગલ મહુડી નજીક બની ઘટના
- માલગાડી નું થયું ડિરેલમેન્ટગાડી પાટા પર થી ઉતરતા અકસ્માત
- 12 ઉપરાંત માલગાડી ના ડબા એકબીજા પર ચડ્યા
- મુંબઈ દિલ્હી રેલમાર્ગ ખોરવાયો.
- ટ્રેન ઉપર જતા કેબલો મા ભારે નુકશાન
- રેલવે ના પાટા ને પણ ભારે નુકશાન
- ઘટના મા રેલવે ના ઉચ્ચ અધિકારીઓ કર્મચારી ઓ ઘટના સ્થળે.
દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના 16 ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને 27 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે 4 ટ્રેન રદ્દ કરાઇ છે.
27 ટ્રેન ડાયવર્ટ, 4 ટ્રેન રદ્દ
આ રેલ અકસ્માતને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અકસ્માત બાદ 27 ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જ્યારે આજે વધુ ટ્રેન ડાયવર્ટ કરવી પડશે. તેની સાથે 4 ટ્રેન રદ્દ કરાઇ છે. જો તેમા પેસેન્જર ટ્રેન હશે તો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.