દાહોદમાંં જમીન દલાલની હત્યાના આરોપીને સાથે રાખી હત્યાની ધટનાનું રીક્ધસ્ટ્રકશન કરાયું

દાહોદ,
દાહોદના વલ્લભ ચોક ખાતે સમી સાંજે ઉપરાછાપરી ચપ્પુના ઘા ઝીંકી જમીન દલાલની કરાયેલી હત્યામાં સંડોવાયેલ આરોપી ને લઈને પોલીસે આજે આખી ઘટનાનું રીક્ધસ્ટ્રક્શન કરી વિડીયોગ્રાફી કરી હતી. પોલીસ દ્વારા કરાયેલા રીક્ધસ્ટ્રક્શન દરમિયાન છે. જે લોકટોળા ઉમટી પડ્યા હતા તો હત્યારા અને આરોપીઓએ સમગ્ર ઘટનાને પોલીસ સમક્ષ વર્ણવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હત્યા માટે ખરીદેલા ચપ્પુની ધાર પણ કરાવવામાં આવી હતી. શહેરની નગીના મસ્જિદ પાસે ધાર કાઢવાની કામગીરી કરતા વેપારીને ત્યાં ચપ્પુને ધારદાર બનાવવામાં આવ્યું હતું. આ ઘટનાના વેપારી આરોપીની ઓળખ કરાવી હતી. આમ પોલીસે આજે સમગ્ર હત્યા પ્રકરણમાં કયા સમયે શું થયું હતું. અત્યારના પ્લાન મુજબ કોણે શું રોલ ભજવ્યો હતો, તે તમામ માહિતી મેળવી હતી.

દાહોદ શહેરના એમ.જી.રોડના કુકડા ચોક ખાતે સમી સાંજે દાહોદ શહેરવા વ્હોરા સમાજના યુનુસનું મુસ્તુફાએ ચપ્પુના ઘા મારી હત્યાના બનાવમાં પોલીસે એકપછી એક આરોપી મળી કુલ ચાર આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં ત્યારે પોલીસે મુખ્ય આરોપી યુનુસને આજે સાથે રાખી અનેક સ્થળોએ રીક્ધસ્ટ્રક્શન કર્યું હતું. કુકડા ચોક ખાતે જે સ્થળે મર્ડરને અંજામ આપવામાં આવ્યો હતો. તે સ્થળ સહિત શહેરના અનેક સ્થળોએ પોલીસ દ્વારા આરોપી મુસ્તુફાને રાખી રાખી રિક્ધસ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સ્થળોએ પોલીસ પહોંચતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. લોકોમાં પણ તરેહ તરેહની ચર્ચાઓ ભારે જોર પડ્યું છે. આ ઘટનામાં પોલીસે ચારેય આરોપીઓને ઝડપી પાડ્યાં છે અને ચારેય આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ હેઠળ છે. ત્યારે આ ઘટનામાં આજે પોલીસે આરોપીને સાથે રાખી સ્થળોનું રિક્ધસ્ટ્રક્શન કર્યું હતું. તો બીજી તરફ આ ઘટનામાં રિમાન્ડ દરમ્યાન આરોપીઓ પાસે અન્ય સઘળી વિગતો બહાર આવવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં અન્ય કોઈ આરોપીઓની સંડોવણી હશે કે નહીં? જેવા અનેક સવાલો પણ લોકોમાં ઉઠવા પામ્યાં છે.