- સિકલસેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ તે પ્રત્યે સભાન થાય તેમજ સમાજમા બદલાવ આવે તે ખુબજ જરૂરી છે.- કલેકટર
- સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતા માંથી બાળકને વારસામાં મળે છે.- જીલ્લા વિકાસ અધિકારી
દાહોદ : સમગ્ર દેશમાં 19 મી જુનના રોજ વિશ્વ સિકલસેલ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. સિકલસેલ એક આનુવંશીક રોગ છે. આ રોગના કારણે સિકલસેલ દર્દીના જીવનમાં સામાન્ય કરતા વધારે તકલીફ પડતી હોય છે. આ રોગની ગંભીરતાને ધ્યાને લઈને દર્દીની તકલીફ દુર થાય અને આ રોગ આગામી પેઢીમાં ન પ્રસરે તેવા ઉમદા હેતુથી દેશના વડાપ્રધાનના હસ્તે 17 રાજયોમાં સિકલસેલ એનીમિયા નાબુદી મિશન 2047 કાર્યક્રમનો ગત વર્ષથી પ્રારંભ કરાવવામાં આવ્યો છે.વિશ્ર્વ સિકલસેલ દિવસ નિમિતે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવ્યો હતો.
આપ્રાસંગિક વકતવ્યમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ઉદય ટીલાવતે જણાવ્યુંહતું કે, દાહોદ જીલ્લામાં કાર્યરત એનિમિયા નિર્મુલન મિશન હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા સિકલસેલ રોગ પ્રત્યે સામાન્ય લોકોમાં પણ જાગૃતિ આવે તે માટે દાહોદની આરોગ્ય વિભાગની ટીમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વાહનો થકી પણ પ્રચાર – પ્રસારની સતત કામગીરી કરી રહી છે.
સિકલસેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપતા જીલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમે કહ્યું હતુંકે, ટેસ્ટીંગકરવામાં કોઇપણ પ્રકારની ભૂલ નાં થાય તે જરૂરી છે. સિકલસેલ વાહક અને સિકલસેલ ડીસીઝ એમબે પ્રકારના સિકલસેલ દર્દીઓ હોય છે. સિકલસેલવાળું કપલ લગ્ન કરે તો બાળક સિકલસેલ વાળૂં જન્મે છે. તેથી સિકલસેલ વાળા સ્ત્રી અને પુરૂષે લગ્નકરવા જોઇએ નહી.દરેક વ્યક્તિને ખાસ કરીને સિકલસેલ રોગવાળા બાળકોને આ રોગને લીધે વારેઘડીએ ગંભીર કટોકટીઓ ઉદ્ભવવાની શક્યતા રહે છે. સિકલસેલ એનિમિયા એ વારસાગત રોગ છે. જે રંગસુત્રોની ખામીને લીધે થાય છે. સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે. દાહોદ જીલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલસેલનું પ્રમાણ વધુ જોવા મળે છે.
કલેકટર યોગેશ નીરગુડેએ સિકલસેલ અંગેની જાગૃતિ તમામ ગામડાઓના લોકો સુધી પહોંચે તેમજ તેઓ તે પ્રત્યે સભાન થાય તેમજ સમાજમાં બદલાવ આવે તે ખુબ જ જરૂરીછે એમ કહેતા ઉમેર્યું હતું કે,સિકલસેલ એનીમિયાને નાબુદકરવામાટેસરકારકટિબદ્ધ છે.આપણેપણઆપણીકામગીરી પૂરી લગ્નથી કરવી જોઈએ.હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી સંશોધનથી સિકલસેલના દર્દીઓ લાંબુ આયુષ્ય જીવી શકે છે. સિકલસેલના દર્દીઓ વિશેનીખોટી માન્યતાઓ તોડવાની જવાબદારી આપણી છે, તેમજ સિકલસેલ હોવામાં થતી શરમને નેવે મુકવાની છે. લગ્ન કરનાર દંપતીએ લગ્નની કુંડળી જોતા પહેલાં સિકલસેલના વાહક છે કે નહિ તે ચકાસવું જરૂરી છે, સિકલસેલના બન્ને વાહકો હોય તો તેઓએ એકબીજા સાથે લગ્ન કરવા જોઇએ નહિં. જેથી ભવિષ્યમાં સિકલસેલના દર્દીઓમાં ઘટાડો કરી શકાય છે, જેથી આપણે આપણી અંદર રહેલા રોગરૂપી દુશ્મન સામે લડવાનું છે. છેવાડાના ગામોમાં પણ સિકલસેલ અંગેની માહિતી પહોચે તેવા પ્રયાસો કરવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ દરમ્યાન સી.ડી.પી.ઓ., તાલુકા હેલ્થ ઓફિસર, ઝાયડસ હોસ્પિટલ એન્ડ કોલેજના સી.ઈ.ઓ. સંજીવકુમાર, ઝાયડસ કોલેજના ડીન ડો.સી.ડી.ત્રિપાઠી, મેડીકલફેકલ્ટી, ડોક્ટર્સ, મેડીકલ સ્ટુડન્ટસ, આરોગ્ય ટીમ તેમજ નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.