દાહોદ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટીલાવત અને જીલ્લા મલેરિયા અધિકારી ડો.અતિત .ડામોર ના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકાના ધાનપુર તાલુકા્ આરોગ્ય અધિકારી ડો.બી.પી.રમન અને પ્રા.આ.કે.મેડિકલ ઓફિસર ડો.યુ.કે.પરમાર તથા તાલુકા મલેરિયા સુપરવાઈઝર કોદરભાઈ તેમજ લેપ્રસી આને ટી.બી સુપરવાઈઝરની અધ્યક્ષતા હેઠળ ઝાબુ ખાતે ચાલતા હાટ બજારમાં ભવાઈ મંડળ દ્વારા વાહકજન્ય રોગો મલેરિયા અને ડેન્ગ્યુ તેમજ ટી.બી., લેપ્રસી, સિકલસેલ, જેવા રોગોની અટકાયત અને સાવચેતીના ભાગરૂપે લોકોમાં મલેરિયા-ડેન્ગ્યુ ટી.બી., લેપ્રસી, સિકલસેલ જેવા રોગોની જાગૃતિ આવે એ ઉદેશ્યથી ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝાબુનો તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં.