દાહોદ યશ માર્કેટમાં 4 દુકાનોના તાળા તુટ્યા

દાહોદ દાહોદ શહેરમાં છેલ્લા ધણા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. સમયાંતરે ચોરીના બનાવોથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.જે ફરીથી તસ્કરો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ દાહોદ શહેરમાં આવેલા યશ માર્કેટમાં એક જ રાતમાં ચાર જેટલી દુકાનોના તાળા તોડ્યા હતા. વહેલી સવારે જયારે વેપારીઓ રાબેતા મુજબ પોતાની પેઢી પર આવ્યા ત્યારે ચોરીની જાણ થઈ હતી જે બાદ આસપાસમાં તપાસ કરતા 4 જેટલી દુકાનોના તાળા તુટયા હોવાનુ સામે આવ્યુ હતુ. આ દુકાનોમાં રહેલી રોકડ સિલ્ક આશરે એક લાખથી વધુ તેમજ સીસીટીવીનુ ડીવીઆર પણ તસ્કરોએ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોરીની ધટનાને ગંભીરતાથી લઈ રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ શહેરમાં લાગેલા સીસીટીવીનુ મોનીટરીંગ કરી ચોરીની ધટના ઉપર અંકુશ મેળવવામાં આવે તે જરૂરી બન્યુ છે.