દાહોદ, આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જીલ્લામાં નાના અને મધ્યમ વર્ગની મજબૂરીનો લાભ લઇ વ્યાજખોરો ઊંચા વ્યાજની વસૂલી કરતાં હોય છે. ત્યારે સરકારે વ્યાજખોરો સામે ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી શરૂ કરી હોવા છ્તા પણ વ્યાજખોરોનો આતંક જોવા મળી રહ્યો છે. દાહોદના લક્ષ્મીનગર માં રહેતા શિક્ષક પંકજ ટગરીયાને થોડા સમય અગાઉ પિતાની માંદગી તથા મકાન ના કામ માટે નાણાંની જરૂર પડતાં અલ્પેશ બામણ નામના ઈસમ પાસે થી 18 લાખ વ્યાજે લીધા હતા અને ટુકડે ટુકડે 16 લાખ જેટલી રકમ આપી દીધા પછી પણ 12 લાખ ઉપરાંત બાકી લેણું કાઢી અલ્પેશ બામણ દ્રારા વારંવાર ઉઘરાણી કરી હેરના કરવામાં આવતો હતો. બે દિવસ પહેલા રાતના સમયે અલ્પેશ બામણ દ્રારા પંકજ ટગરીયાને ફોન કરી મળવા માટે બોલાવી રસ્તામાં ગાડીની ચાવી અને મોબાઈલ આંચકી લઈ ગડદા પાટૂ નો માર માર્યા બાદ તેના ઘરે લઈ જઈ ફરી થી માર મારવામાં આવ્યો અને આશરે બે કલાક સુધી બેસાડી રાખવામા આવ્યો ત્યારબાદ પંકજ સહિતના પરિવારજનોને આ મામલે ચર્ચા કરવા અલ્પેશ બામણ ના ઘરે જતાં પંકજ ની પત્ની સાથે પણ ગાળાગાળી કરી અલ્પેશના પિતા દ્વારા તેમનું ગળું દબાવી માર માર્યો હતો. જ્યારે આ બધુ જોઈ ને ઘબરાઈ ગયેલો તેમનો ચાર વર્ષ નો પુત્ર દોડી આવતા તેને પણ લાત થી માર મરાયો હતો. સમગ્ર મામલે પંકજ ટગરીયા દ્વારા દાહોદ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે ફરિયાદ નોદધિ આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરના આતંક સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.