દાહોદ,
દાહોદના વૈકુંઠ સોસાયટીમાં રહેતા પ્રિયાંક પંચાલ દ્વારા દાહોદ જિલ્લામાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામા આવ્યું. જેના ભાગરૂપે ભવ્ય બાઈક રેલી યોજાઈ.
દાહોદ જિલ્લામાં પ્રથમ જયંતિભાઈ શાસ્ત્રના સ્વમુખે સ્રુષ્ટીના રચયિતા ભગવાન વિશ્ર્વકર્મા દાદાનું વિશ્ર્વકર્મા પુરાણ કથાનું આયોજન દાહોદ પંચાલ સમાજના યજમાન પ્રિયાંક પંચાલ દ્વારા પ્રથમ વખત આયોજન કરવામા આવ્યું. જેમા આજે જયંતિભાઈભાઈ શાસ્ત્રીનું આગમન થતા સમાજના લોકો દ્વારા દાહોદ શહેરના પ્રવેશ દ્વાર રાબડાલ થી ગોધરા રોડ, ભગીનીસમાજ, નગરપાલીકા, દોલતગંજ, ગૌ શાળા, એ.પી.એમ.સી થઈ મંડાવ રોડ થઈ વૈકુંઠ સોસાયટીમાં યજમાન પ્રિયાંક કૈલાશચંદ્ર પંચાલ ઘર સુધી બાઈક રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજના સૌ કોઈ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.