દાહોદ,
દાહોદ શહેરમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઇ હતી. તેમાં પ્રમુખ પદ માટે ઉભેલા બે ઉમેદવારોને સરખે-સરખા મત મળ્યા હતાં. સામાન્ય રીતે આ પરીસ્થિતિમાં સિક્કો ઉછાળીને પ્રમુખની વરણી કરાતી હોય છે, પરંતું અહીં બંને વજેતાઓ 6-6 માસ પ્રમુખ રહેશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું.
ધી બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સૂચના મુજબ ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લામાં વકીલ મંડળની ચૂંટણી યોજાઇ હતી. ત્યારે દાહોદ શહેરમાં પણ દાહોદ જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ તરીકે અજીતસિંહ કે.કટારા તથા ગણતસિંહ ડી. દાંતલાને સમાન મત 69 મળ્યા હતાં.
ટાઇ પડતાં સિક્કો ઉછાળીને પ્રમુખની વરણી કરવાના સ્થાને પ્રમુખપદના બન્ને હોદ્દેદારોએ છ માસની ટર્મ નક્કી કરી પ્રમુખ પદે રહેવા માટે સર્વાનુમતે ર્નિણય કરવામાં આવ્યો હતો. આ ચૂંટણીમાં ઉપપ્રમુખ પદે સંજય જે. રાઠોડ તથા મંત્રી પદે સંજય કે મકવાણા જંગી બહુમતીથી વિજેતા થયા હતાં. સહમંત્રી તરીકે તથા ખજાનચી તરીકે દિનેશ ભુરિયા તથા સુભાષ સંગાડા બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતાં. આષુતોષ પી.ઔદીચ્યએ પરિણામ જાહેર કરી તમામ હોદ્દેદાર અને વકીલમંડળના સભ્યોનો શાંતિપૂર્ણ રીતે સંમ્પન્ન થઈ હતી.